બેંગકોકથી મુંબઈ એરપોર્ટ પર આવેલા પ્રવાસી પાસેથી રૂ.10 લાખની કિંમતનો ગાંજો મળી આવતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. પ્રવાસીની ઓળખ વરુણ સપન ઐચ (47) તરીકે થઇ તે પુણેનો રહેવાસી છે. વરુણ ઐચને કોર્ટમાં હાજર કરવામાં આવતાં તેને અદાલતી કસ્ટડી ફટકારાઇ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
બેંગકોકથી ફ્લાઇટમાં બુધવારે મુંબઈના છત્રપતિ મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવેલા વરુણ ઐચને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીએ શંકાને આધારે આંતર્યો હતો.વરુણના સામાનની તલાશી લેવાતાં ત્રણ પાઉચ મળી આવ્યા હતા, જેમાં ગાંજો છુપાવવામાં આવ્યો હતો. આથી વરુણને તાબામાં લેવાયો હતો અને બાદમાં તેને એર ઇન્ટેલિજન્સ યુનિટને સોંપવામાં આવ્યો હતો.(સાંકેતિક છબી)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application