મુંબઈના દહિંસરમાં એસબીઆઈ બેન્કમાં ભરબપોરે સશસ્ત્ર લૂંટારાઓએ લૂંટના ઈરાદે ગોળી મારીને એક કર્મચારીની હત્યા કરી હતી. જ્યારે અન્ય એક કર્મચારી જખમી થયો હતો. જોકે ફાયરિંગ બાદ 2 શખ્સ બાઈક પર ગયા હતા અને બેન્કમાંથી અંદાજે અઢી લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની વિગત એવી છે કે, દહિંસરમાં એમએચબી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ ભરબપોરે અજાણ્યા 2 શખ્સ બેંકમાં ઘૂસ્યા હતા અને તેમણે કર્મચારી સંદેશ ગોમારેના હાથમાંથી રોકડ રકમ ભરેલી બેગ લૂંટવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ સંદેસે લૂંટારાનો બહાદુરી પૂર્વક સામનો કર્યો હતો. તે દરમિયાન આરોપીએ ગોળીબાર કરતા સંદેશ સહિત 2 જણ ઘાયલ થયા હતા જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પણ સંદેશનું મોત થયું હતું. જોકે લૂંટ મચાવી આરોપીઓ બાઈક પર રફુચક્કર થઈ ગયા હતા. ઘટનાની જાણ થયા બાદ સિનિયર પોલીસ ઓફિસર તપાસ માટે સ્થળ પર પહોંચી ગયા હતા. આરોપી સીસીટીવી કેમેરામાં ઝડપાય ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે આરોપીઓને પકડવા કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application