Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભરૂચનાં દેરોલ-દયાદરા રોડ પર બાઈક સ્લીપ થતા એકનું મોત, એક ઈજાગ્રસ્ત

  • October 27, 2021 

ભરૂચનાં દયાદરા ગામે રહેતો અને દયાદરા હાઇસ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતો આકેશ ઉર્ફે કરણ રણજીતભાઈ વસાવા (ઉ.વ.16) જે પરીક્ષા પુર્ણ કરી ઘરે આવ્યો હતો અને ત્યારબાદ તેનો મિત્ર કિરણ હસમુખભાઈ વસાવા સાથે તેમના અન્ય એક મિત્ર વિશાલના ઘરે આકેશ ઉર્ફે કરણનું ટી-શર્ટ લેવા માટે બાઇક પર ગયાં હતાં. તે સમયે બાઇક પુરઝડપે હંકારી લઈ જતા દેરોલ-દયાદરા ગામ વચ્ચેથી પસાર થતા સમયે કરેલીવાળા નાળા પાસેના વળાંક પર તેમની બાઇક સ્લીપ થઇ જતાં બંને મિત્રો ખાડામાં ફેંકાઇ ગયાં હતાં અને જેમાં આકેશ ઉર્ફે કરણને ઇજાઓ થઇ હતી. જ્યારે કિરણ વસાવા પણ ગંભીર રીતે ઘવાયો હતો જેથી બંનેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં પ્રાથમિક સારવાર બાદ કિરણ વસાવાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application