Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેમિકલ ટેન્કરમાં ઉતારેલ એક વ્યક્તિનું મોત, એક ઘાયલ

  • May 05, 2024 

અંકલેશ્વરની ગાર્ડન સીટી ટાઉનશીપ નજીક ખાલી ટેન્કરમાં કોઈ કારણોસર ઉતરતા એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ. જયારે તેને બચાવવા જતા અન્ય વ્યક્તિને ગંભીર અસર થઇ હતી. રાત્રે અંકલેશ્વર જીઆઇડીસીને અડીને આવેલા ગાર્ડન સીટી રોડ પરના માધવ પાર્ક પાસે ખાલી ટેન્કરમાં સફાઈ કે અન્ય કોઈ કારણોસર ટેન્કર ચાલક સુનિલકુમાર રાજારામ પાલ ટેન્કમાં તેમાં ઉતર્યો હતો.


એકાએક તે તેમાં બેહોશ થતા, પ્રિમાઇસીસના માલિકનો પુત્ર ભાવિન હરીશ્યામ પાલ તેને બચાવવા ટેન્કરમાં ઉતર્યો હતો, પરંતુ તે પણ બહાર ન આવતા અંતે અંકલેશ્વર ડીપીએમસી ફાયર બ્રિગેડને જાણ કરાતા, બંનેને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં ચાલકનું મોત નીપજ્યુ હતુ, જયારે ગંભીર હાલતમાં માલિકના પુત્રને તાત્કાલિક સારવાર માટે જિલ્લાની બહારની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application