મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ તાલુકાનાં ધમોડી ગામની સીમમાંથી કારમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનાં જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આમ, પોલીસે રૂપિયા 2,61,000/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ 10/09/2024નાં રોજ પેટ્રોલીગમાં હતા.
તે દરમિયાન અ.હે.કો.બિપીનભાઈ રમેશભાઇ તથા પો.કો.પ્રકાશભાઇ રામાભાઇ નાઓને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સોનગઢ બંધારપાડા તરફથી એક સફેદ કલરની હોન્ડા કંપનીની WR-V કાર જેનો નંબર GJ-15-CG-3267માં ઇંગ્લીશ દારૂ ભરીને આવે છે. જે બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો પાનવાડીથી સરૈયા ગામ થઇ સોનગઢના બંધારપાડા રોડ તરફ આગળ જતા સોનગઢ તાલુકાનાં ધમોડી ગામની સીમમાં વોચમાં ઉભા હતા. તે દરમિયાન બાતમીવાળી હકીકતવાળી કાર આવતા કાર ચાલકે પોલીસનું સરકારી વાહન દુરથી જોઇ લેતા તેમણે પોતાની કાર પુર ઝડપે રિર્વસમાં લઇ થોડે આગળ ઉભી રાખી કાર ચાલક અને તેની બાજુની સીટ ઉપર બેસેલ ઇસમ એમ બંને જણા કારમાંથી ઉતરી ભાગવા લાગ્યા હતા.
જેમાં કાર ચાલક કોઇક જગ્યાએ ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો તેમજ કાર ચાલકની બાજુમાં બેસેલ ઇસમ ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કારની પાછળની સીટ ઉપર તેમજ કારની ડીકીમાં તપાસ કરતા કારમાંથી ખાખી પુઠાનાં બોક્સ તેમજ પ્લાસ્ટીકની કાળી કોથળીઓમાં ખાખી પુઠાનાં બોક્સ તથા છુટી બોટલો ભરેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની કુલ 312 નંગ બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સુરેન્દ્રસિંહ નિર્ભયસિંહ રાજપુત (ઉ.વ.૨૩., રહે.મયુર પાર્ક હોટલ, નરોડા, અમદાવાદ, મુળ રહે.ગામ રોબા,જગત થાના, તા.કુરાબટ, જિ.ઉદેપુર રાજસ્થાન)નાં હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે ભારતીય બનાવટનો બનાવટનો ઇંગ્લીશ દારૂ જેની કિંમત રૂપિયા 1,56,000/- તથા એક મોબાઇલ નંગ અને કારની કિંમત રૂપિયા 1,00,000 મળી કુલ રૂપિયા 2,61,000/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદીના આધારે ઝડપાયેલ ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે પોલીસને જોઈ ભાગી છુટેલ કાર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500