Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વીરથવા ગામના નદીના પુલ પાસેથી વરલી મટકાનો જુગાર રમાડતા એક પકડાયો,બે વોન્ટેડ

  • October 07, 2020 

તાપી જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલ બાતમી ના આધારે સોનગઢ તાલુકાના વીરથવા ગામે આવેલ નદીના પુલ પાસેથી મોટર સાયકલ નંબર જીજે/26/એચ/3179 ઉપર બેસેલા ઇસમોને મુંબઈ થી નીકળતા વરલી મટકાના અંકો ઉપર જુગાર રમાડતા ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

પોલીસ તપાસ દરમિયાન બાઈક ઉપર બેસેલા ઇસમે પોતાનું નામ જેરમીંયાભાઈ શંકરભાઈ ગામીત રહે, દેવળ ફળિયું,ચીમેર તા.સોનગઢ નો હોવાનો જણાવ્યું હતું. વધુ તપાસમાં તેની પાસેથી જુગાર ના સાધનો અને તેની અંગ ઝડતી માંથી મળી આવેલ રોકડ રૂપિયા 12,૦૦/- તથા એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ૩.૦૦૦/- તેમજ મોટર સાયકલ જેની કિંમત રૂપિયા 20,000/- મળી કુલ રૂપિયા 24,200/- નો મુદ્દામાલ સાથે જેરમીંયાભાઈ ગામીતની અટક કરવામાં આવી હતી.

 

જયારે વરલી મટકાનો અંકો લખેલ ડાયરી લેનાર ભુખ્લ્યાભાઈ મૂંગળ્યાભાઈ ગામીત રહે, કરવંદા તા.સોનગઢ અને આંકડા લખવામાં મદદ કરનાર સુરેશભાઈ ગામીત રહે, ગોલણ તા.સોનગઢ નાઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સંજયભાઈ ચીમનભાઈ ની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application