તાપી જીલ્લા આરોગ્ય તંત્રની ભારે મહેનત બાદ કોરોના કેસમાં નિયંત્રણ મેળવવા સફળ રહ્યા હોય તેમ જીલ્લામાં કોરોના સંક્રમીત કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે આજરોજ તાપી જીલ્લામાં કોરોના નો માત્ર 1 કેસ નોંધાયો છે.
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.28-ડીસેમ્બર ના રોજ સોનગઢ તાલુકાના GEB કોલોની-ઉકાઈમાં 61 વર્ષીય વૃદ્ધ નો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.
તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓ નો કુલ આંક 855 થયો છે, અત્યાર સુધી કુલ 802 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે તાપી જીલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 330 સેમ્પલ લેવામાં આવ્યા છે, હાલ 12 દર્દીઓ કોરોના ની સારવાર લઇ રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500