સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં જોળવા પાટીયા પાસેથી ટેમ્પામાં ભરેલા ૨ લાખથી વધુનો દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડી અન્ય ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, પલસાણા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. તે સમયે બાતમી મળી હતી કે, એક ટેમ્પો નંબર જીજે/૦૯/એવી/૭૭૧૪માં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરી જોળવા ગામેથી જોળવા પાટીયા તરફ જઈ રહ્યો છે.
જે આધારે પલસાણા પોલીસની જોળવા પાટીયા પાસેથી ટેમ્પોને ઝડપી પાડી ટેમ્પામાં વિદેશી દારૂની બોટલ નંગ ૨૦૬૪ જેની કિંમત રૂપિયા ૨,૬૨,૫૬૦/-, ટેમ્પાની કિંમત રૂપિયા ૫ લાખ તથા મોબાઈલ ફોન નંગ ૧ જેની કિંમત ૧૦ હજાર મળી કુલ ૭,૭૨,૫૬૦ રૂપિયાનાં મુદ્દામાલ સાથે પલસાણા પોલીસે ગણેશ સંતોષભાઈ બીજાગરે (ઉ.વ.૩૮.,રહે.જોળવા આરાધના લેકટાઉન મુળ રહે.મહારાષ્ટ)ને પોલીસે ઝડપી પાડ્યો હતો તેમજ દારૂનો જથ્થો આપી જનાર અરવિંદ હુકમચંદ શાહ (રહે.શીવસાગર સોસાયટી, દસ્તાન ગામ, સુરત), દારૂનો જથ્થો મંગાવનાર વિરેન્દ્ર ઉર્ફે વીરૂ રાજપુત (રહે.જોળવા ગામ) તથા સાગર મહાદેવ લોનારી (રહે.જોળવા ગામ)ને પોલીસે વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500