નવસારી એલ.સી.બી.ને બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે નંબર-૪૮ ઉપર મુંબઈથી અમદાવાદ જતા ટ્રેકની બાજુમાં મજીગામ ઓવર બ્રિજનાં છેડે લાલ કલરનો શર્ટ પહેરેલ એક ઈસમ થેલાઓમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો લઈ ઉભો છે. જેથી પોલીસે સ્થળ પર જઈ એક શખ્સને પકડી નવ રેકઝીનના તથા બે પ્લાસ્ટિકની થેલીઓ ચેક કરતા જેમાંથી વિદેશી દારૂ તથા ટીન બિયરની નાની મોટી બોટલ ૬૨૪ કિંમત રૂપિયા ૯૧,૨૦૦/-, એક મોબાઈલ રૂ.૫,૦૦૦ મળી કૂલ રૂપિયા ૯૬,૨૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે ખેપીયા વિકાસ નંદલાલ ગુપ્તા (ઉ.વ.૨૧, રહે.કડોદરા)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો આપી જનાર અજાણ્યા શખ્સને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application