Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફરી એકવાર આજે ઈન્ડિગોના પાંચ વિમાનોને ધમકીના કોલ મળતા તમામ વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું

  • October 19, 2024 

હાલમાં દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, જેના કારણે હાલમાં એરપોર્ટ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અને તહેવારોની સિઝનમાં ધમકીભર્યા કોલથી લોકોમાં ભયનો માહોલ સર્જાય છે. આખરે આ લોકો કોણ છે જેઓ આવી ધમકીઓ આપી રહ્યા છે, અને શા માટે આવી ધમકીઓ આપી રહ્યા છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. એરલાઈન્સને બોમ્બથી ઉડાવી દેવાની સતત ધમકીના કોલ  વધી રહ્યા છે. આજે ફરી ઈન્ડિગોના 5 વિમાનોને બોમ્બની ધમકીના કોલ મળ્યા છે. જેના કારણે આ તમામ વિમાનોનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે.


દિલ્હી એરપોર્ટ પર અત્યાર સુધીમાં કુલ 3 ફ્લાઈટ્સ લેન્ડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં બોમ્બની ધમકીના 7 કોલ મળ્યા છે. જેમા ઈન્ડિગોની 5 ફ્લાઈટને આ ધમકી આપવામાં આવી છે. દેશમાં હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે અને ફ્લાઈટમાં બોમ્બની ધમકી જેવા કોલ સામાન્ય બની ગયા છે. આવા સમાચારો દરરોજ આવી રહ્યા છે. સોમવારથી અત્યાર સુધીમાં 70થી વધુ ફ્લાઈટ્સને બોમ્બની ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. આજે સવારે એર ઈન્ડિયા એક્સપ્રેસ અને વિસ્તારા એરલાઈન્સને પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. DGCA દરેક કોલ પર સતત નજર રાખી રહી છે.


મંત્રાલય અને વિભાગો વચ્ચે ઈન્ટરનલ કોમ્યુનિકેશન અને ડિટેલ્સ શેર કરવામાં આવી રહી છે. આજે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બોમ્બની ધમકી આપવામાં આવી છે. એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX 196 દુબઈથી જયપુર જઈ રહી હતી, તેમાં 189 મુસાફરો સવાર હતા. ઈન્ડિગોએ એક નિવેદન જાહેર કરતાં કહ્યું હતું કે, ‘અમે મુંબઈથી ઈસ્તંબુલ જતી ફ્લાઈટ 6E17 સાથે જોડાયેલી સ્થિતિથી વાકેફ છીએ. અમારા મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. અમે સંબંધિત અધિકારીઓ  સાથે મળીને કામ કરી રહ્યા છીએ, અને માર્ગદર્શિકા મુજબ તમામ જરૂરી સાવચેતીઓ રાખવામાં આવી રહી છે.’ ઈન્ડિગોએ આજ નિવેદન ફ્લાઇટ 6E11 માટે પણ આપ્યું છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application