બારડોલી નગરમાં જલારામ મંદિરની પાછળ આવેલા કોળીવાડમાં બાબર ભીમાભાઈ રાઠોડ (ઉ.વ.૫૦) પરિવાર સાથે રહેતો હતો અને મજૂરી કામ કરતો હતો. જોકે મંગળવારે સવારે બાબર રાઠોડ ધુલીયા ચાર રસ્તા મજૂરી કામે જવા માટે નીકળ્યો હતો. દરમિયાન મીંઢોળા નદીના પુલ નજીક ધુલીયા ચોકડી તરફ જતા રોડ ઉપર આખલાએ બાબર રાઠોડને મારતાં બાબર રાઠોડને શરીરે ગંભીર ઇજા થઈ હતી.
બાબર રાઠોડને સારવાર માટે બારડોલી સરકારી હોસ્પિટલમાં લઈ જતાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરે બાબર રાઠોડને મૃત જાહેર કરી બારડોલી ટાઉન પોલીસને જાણ કરી હતી. અજાણ્યા પુરૂષ તરીકે મરનાર બાબર રાઠોડના ફોટા બારડોલી ટાઉન પોલીસે સોશિયલ મીડિયામાં મુકતા રાત્રે જ કોળીવાડના પરિવારજનો બાબર રાઠોડને શોધતા પોલીસ પાસે પહોંચ્યા હતાં. દરમિયાન બુધવારે બાબર રાઠોડની ઓળખ થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application