મનિષા એસ. સુર્યવંશી/તાપી : વ્યારાનાં મીરપુર ગામની સીમમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે નંબર-172 વ્યારાથી ભેંસકાતરી તરફ જતાં જાહેર રોડ ઉપર કાર ચાલકે બાઈકને અડફેટે લેતાં બાઈક ઉપર સવાર ત્રણ યુવકો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે કાર ચાલક સામે ગુનો નોંધાયો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાનાં હનુંમતીયા ગામના વચલું ફળિયામાં રહેતા ગમનભાઈ ગુલાભાઈ ગામીત નાઓ પોતાના કબ્જાની કાર નંબર GJ/26/A/5485ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ગુરૂવારનાં રોજ સવારે મીરપુર ગામની સીમમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે નંબર-172 વ્યારાથી ભેંસકાતરી તરફ જતાં જાહેર રોડ ઉપર સામેથી આવતી બાઈક નંબર GJ/26/B/6527ને જોરથી અથડાવી દેતા અકસ્માત થયો હતો.
જોકે આ અકસ્માતમાં બાઈક ચાલક સ્નેહલભાઈ અજીતભાઈ ભોયે (ઉ.વ.21., રહે.રાયગઢ ગામ, ઉપલું ફળિયું, તા.ડોલવણ)ને શરીરે જમણા પગે સાથળના ભાગે તથા ઘૂંટણથી નીચેના ભાગે તથા ડાબા પગે ઘૂંટણ પાસે ફેકચર થયેલ છે અને બાઈક ચાલકની પાછળ બેસેલ મિનેષભાઈ રામચંદ્ર કોંકણી (ઉ.વ.19, રહે.રાયગઢ ગામ, ઉપલું ફળિયું, તા.ડોલવણ)ને શરીરે જમણા પગે ઘૂંટણથી નીચેના ભાગે તેમજ બાઈક પર સવાર ત્રીજો યુવક દેવેન્દ્રભાઈ કુમારસિંગ ભોયે (ઉ.વ.19., રહે.રાયગઢ ગામ, ઉપલું ફળિયું, તા.ડોલવણ)નાને પણ જમણા હાથે તથા જમણા પગે સામાન્ય ઈજાઓ થઈ હતી. બનાવ અંગે દેવેન્દ્ર ભોયે નાએ કાર ચાલક વિરુધ વ્યારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500