Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રક્ષાબંધન નિમિત્તે : વ્યારામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી સહિત મહાનુભવોને પરમાત્મા રક્ષા બાંધવામાં આવી

  • August 24, 2021 

અંતર રાષ્ટ્રીય સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારી સહિત વ્યારાના  નગર પાલિકા, વ્યસન મુક્તિ કેન્દ્ર,જિલ્લા સેવા સદન,સ્કુલ જેવી જાહેર સ્થાનોમાં રક્ષાબંધન નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

 

 

 

 

જે અંતર્ગત સ્થાનિક સેવાકેન્દ્ર વ્યારાના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી દિપાબેને રક્ષાબંધનનું આધ્યાત્મિક રહસ્ય જણાવતા કહ્યું કે રક્ષાબંધન નો પવિત્ર તહેવાર અનાદિ કાળથી આપણે ઉજવીએ છે. વર્તમાન સમય પરમાત્મા રક્ષાબંધનનું સાચું મહત્વ આપણને જણાવે છે કે, આત્મિક સ્મૃતિનું તિલક કરી પરમપિતા પરમાત્માના સર્વ સંબંધ તેમજ સ્નેહમાં બંધાઈ જવાથી. અને એમને સાચા દિલ થી યાદ કરવાથી પરમાત્મા આપણી, વિકારો અને બુરાઈઓથી આપણી રક્ષા કરે છે. વર્તમાન સમયની સ્થિતિ જોતા ન કેવળ બહનેનો પરંતુ  સંસારની દરેક મનુષ્ય આત્મા ને રક્ષા તેમજ સુરક્ષાની આવશ્યકતા છે. આવા સમયમાં ફકત પરમાત્માજ એક એવી શક્તિ છે જે સૌની રક્ષા કરશે.

 

 

 

 

આ પરમાત્મા રક્ષાબંધન માં બંધાઈ સાચા અર્થમાં રક્ષાબંધન મનાવી પોતાની અંદર રહેલી કમી કમજોરી જેવી કે કામ ક્રોધ લોભ મોહ... ને પરમાત્મા ને સોંપી શાંતિ અને સુખમય જીવન બનાવીએ. ત્યાર બાદ હાજર રહેલ દરેક વ્યક્તિને આત્મ સ્મૃતિનું તિલક કરી પરમાત્માની રક્ષા બાંધવામાં આવી હતી જેના બદલામાં દરેકની પોતાની એક કમી છોડવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો. મુખ્ય વિશેષ અતિથિ રૂપે જિલ્લાના કલેક્ટરશ્રી એચ. કે.વઢવાણીયા અને પ્રાંત અધિકારીશ્રી હિતેશ એમ.જોશીને પણ તેમની ઓફિસમાં પરમાત્મા રક્ષા બાંધવામાં આવી તેમજ ઈશ્વરીય સંદેશ પાઠવવામાં આવ્યો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application