Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વડોદરામાં દેવપોઢી અગિયારસ નિમિત્તે પરંપરાગત રીતે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો : વરસતા વરસાદમાં પણ હજારો ભક્તો વરઘોડામાં જોડાયા

  • June 30, 2023 

વરઘોડાઓ અને રથયાત્રા માટે જાણીતા શહેર વડોદરામાં દેવપોઢી અગિયારસ નિમિત્તે પરંપરાગત રીતે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો હતો. શહેરના મધ્યમાં માંડવી નજીક આવેલા પ્રાચીન વિઠ્ઠલનાથજી ભગવાનના મંદિરથી સવારે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો. જેમાં પ્રણાલી પ્રમાણે વડોદરાના રાજવી ગાયકવાડ પરિવાર દ્વારા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ચાંદની પાલખીમાં બિરાજમાન થઈને જગતના નાથ વિઠ્ઠલનાથ નગરજનોને આશીર્વાદ આપવા માટે નગરચર્યાએ નિકળ્યા હતા. જેમના દર્શન માટે ભક્તિએ પડાપડી કરી હતી.



બીજી તરફ ધોધમાર વરસાદ પણ ભક્તોની અસ્થાને રોકી શક્યો ના હતો અને વરસતા વરસાદમાં પણ હજારો ભક્તો વરઘોડામાં જોડાયા હતા. શ્રી વિઠ્ઠલનાથજીના જયનાદ અને ભજન મંડળીઓની રમઝટ તથા બેન્ડવાજા સાથે વરઘોડો માંડવી, લહેરીપુરા, ન્યાયમંદિર, જ્યુબિલીબાગ, રાવપુરા ટાવર, કોઠી ચાર રસ્તા, આરાધના સિનેમા થઇને કીર્તિ મંદિરના કમ્પાઉન્ડમાં આવેલા કેદારેશ્વર મહાદેવ મંદિરમાં બપોરે 2 કલાકે પહોંચ્યો હતો. અહીં શ્રી હરિ એટલે કે વિઠ્ઠલનાથજીની ભગવાન શ્રી હરિ એટલે કે કેદારેશ્વર મહાદેવ સાથે ભેટ થઈ હતી. હરીહરની ભેટ વખતે પૂજન-અર્ચના આરતી બાદ વરઘોડાએ અહીં વિરામ કર્યો છે અને હવે સાંજના 5 વાગ્યે વરઘોડો વિઠ્ઠલનાથજી મંદિરે પરત જવા નીકળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application