Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપના ઉમેદવારોનો મતદારોને રિઝવવાનો પ્રયાસમાં રેલીઓ યોજાઇ

  • May 06, 2024 

લોકસભા ચૂંટણીનાં પ્રચાર પડઘમ શાંત થાય તે પેહલા રવિવારે સવારથીજ  ઉમેદવારો દ્વારા પ્રચારના છેલ્લા દિવસે મતદારોનેરીઝવવા માટે જોર શોરથી પ્રચાર શરૂ કર્યો હતો. રાજ્યમાં લોકસભાના ઉમેદવારો દ્વારા બાઈક રેલી યોજી પોતાનાં મત વિસ્તારોમાં પ્રચાર કરાયો હતો આ રેલીઓમાં ખૂબ મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓજોડાય હતા. સુરતમાં છેલ્લી ઘડીના પ્રચારમાં લિંબાયત વિધાનસભા વિસ્તારમાં ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની વિશાળ રેલી નીકળી હતી. આ ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં બાઇકો, ગાડીઓ સાથે કાર્યકર્તાઓ જોડાયા હતા. નીલગીરી મેદાનથી રેલીની શરૂઆત થઈ હતી. રેલીમાં ચારેયવિધાનસભાનાં ધારાસભ્યો જોડાયા હતા.

અમદાવાદનાં પૂર્વનાં ઉમેદવાર હસમુખભાઈ પટેલે દહેગામમાં રેલી યોજી હતી. અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર દિનેશભાઈમકવાણાનીશાહીબાગમાં રેલી યોજી હતી. ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાની રેલીમાં સ્થાનિક ધારાસભ્ય અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સ સર્કલથી યાજ્ઞિક રોડ સુધી ભાજપનીબાઈક રેલી યોજાઈ હતી. પરષોત્તમરૂપાલા પણ બાઈક રેલીમાં જોડાયા હતા. પરષોત્તમરૂપાલાએમતદારોને100 ટકા મતદાન કરવા અપીલ કરી હતી. રૂપાલાએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.


ખેડાનાં નડિયાદમાં મુખ્યમંત્રીનો રોડ શો યોજાયો હતો. ધારાસભ્યનાં કાર્યાલયથી રોડ શો ની શરૂઆત કરાઈ હતી. નડિયાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાંથી રોડ શો પસાર થયો હતો. મુખ્યમંત્રીએ ખેડા બેઠકનાં ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો પ્રચાર કર્યો હતો. ધોરાજી તાલુકાના પ્રાચીન સુપેડી ગામ ખાતે આવેલ મુરલી મનોહર મંદિર ખાતે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાએધ્વજારોહણ કર્યું હતું. પ્રચારના છેલ્લા દિવસે માંડવીયાએ વૈદિક પરંપરા મુજબ પૂજા અર્ચન કરી ધ્વજાચડાવી હતી. મુરલી મનોહર મંદિર 700 વર્ષ જૂનું પ્રાચીન છે અને રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલ છે. પાટણમાં ભાજપનાં લોકસભાનાં ઉમેદવારે બાઈક રેલી યોજી પ્રચાર કર્યો હતો. જેમાં ભાજપનાં ઉમેદવાર ભરતસિંહજી ડાભીની બાઈક રેલી શહેરનાં વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ હતી. આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application