ચૈત્રી નવરાત્રીનાં પાંચમાં નોરતે યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના ડુંગરની પરિક્રમા યાત્રા યોજાતા તેમાં હજારો ભક્તો ‘જય માતાજી’ના જયઘોષ સાથે જોડાયા હતા. ધ્વજાદંડની પૂજા, મહાઆરતી બાદ સંતોએ પરિક્રમા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા પહેલા ધર્મસભા યોજાઈ હતી. ચૈત્રી નવરાત્રીનાં પાંચમાં નોરતે રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનાં ડુંગરની પરિક્રમામાં હજારો માઇભક્તોએ પૂર્ણ કરી હતી. ચામુંડા ધામ ખાતે સતત બીજા વર્ષે ધર્મજાગરણ સમન્વય દ્વારા માતાજીનાં ડુંગર ફરતે પરિક્રમાનું આયોજન કરવામાં આવેલ તળેટી નવગૃહ મંદિર પટ્ટાગણમાં સવારે ધર્મસભા યોજાઇ હતી. અનેક સંતો મહંતોએ પ્રસંગોચીત પ્રવચનો આપેલ હતા.
આ પ્રસંગે સામાજીક રાજકીય આગેવાનો અને ધર્મ પ્રેમી માઇભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા યાત્રા પહેલા ધ્વજા દંડની પુજા અર્ચના મહાઆરતી કરી માઇભક્તોને ધર્મદંડ આપી ઉપસ્થિત સંતોએ યાત્રાને પ્રસ્થાન કરાવેલ હતું ‘જય માતાજી’નાં જયઘોષ સાથે યાત્રામાં હજારો માઈ ભક્તો ચામુંડાધામની દ્વિતીય પરિક્રમામાં જોડાયા હતા. ચામુંડા તળેટી, પાળીયાદ રોડ, ખોડીયાર ગાળો થઈ દુધેલી માર્ગ, મફતિયા પરા નજીક ચામુડા ડુંગરની 5 કીમી પદયાત્રા રૂપી શ્રધ્ધા સાથે પરિક્રમા કરી માઈ ભક્તો એ ધન્યતા અનુભવી હતી. પરિક્રમા માટે ભાવીકો ખાસ ચોટીલા ખાતે આવેલા યાત્રીઓ માટે પાણી-શરબત સહિતના સેવા કેમ્પો સેવાભાવી લોકોએ ઉભા કરાતા યાત્રીઓએ સેવાનો લાભ લીધો હતો.
પરિક્રમા યાત્રાનું બે વર્ષથી આયોજન માઇભક્તોમાં સંગઠિત ધામક શક્તિનું નિર્માણ થાય તેવા હેતુથી કરવામાં આવે છે. બીજા વર્ષે પરિક્રમાની જાહેરાત ઘણા દિવસો પહેલા કરવામાં આવેલ. પરંતુ સમગ્ર રૂટ ઉપર યાત્રા કરતા સરકારી તંત્ર દ્વારા હજારો માઈ ભક્તો પ્રત્યે ઉદાસીનતા દાખવી હોય તેવું જોવા મળેલ હતું. ઠેર ઠેર ચાલવું દુષ્કર બનતું જોવા મળેલ શ્રધ્ધાથી ખુલ્લા પગે ચાલનાર અનેક પદયાત્રીઓને કાંકરા અને કાંટા ઉપરથી ચાલવું પડેલ અને પીડા પણ વેઠવી પડેલ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500