Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રવિવારે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રીઓ, બિહારના નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જળસંચય-જન ભાગીદારી જન આંદોલન અભિયાન કાર્યક્રમ યોજાશે

  • October 12, 2024 

કેન્દ્રીય જળશકિત મંત્રીશ્રી સી.આર.પાટીલે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં કેચ ધ રેઈન પ્રોજેકટની શરૂઆત કરી હતી. વરસાદના પાણીને ઝીલી લો અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપેટીપાનો સગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સગ્રંહ થાય તેવી સંકલ્પના વડાપ્રધાનશ્રીએ કરી હતી. આ અભિયાન હેઠળ ગુજરાતમાં જળસંચય જનભાગીદારી અભિયાનની શરૂઆત તાજેતરમાં સુરત ખાતેથી કરવામાં આવી હતી. રાજયભરમાં ૮૦,૦૦૦થી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો માટેનું કમીટમેન્ટ મળી ચુકયું છે. રાજયની ઈન્ડસ્ટ્રીઝો, એન.જી.ઓ., સરકાર સાથે મળીને આગામી સમયમાં બે લાખથી વધુ રેઈન વોટર હાઈવેસ્ટીંગના લક્ષ્યાંક સુધી લઈ જવામાં આવશે.


વિકાસના મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાતનું જળસંચય જન ભાગીદારી અભિયાન સમગ્ર દેશ માટે રોલ મોડેલ બને તે માટે સુરતમાં વસતા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહારના વેપારીઓ-ઉદ્યોગપતિઓ, સમાજ શ્રેષ્ઠીઓએ બિડું ઝડપ્યું છે. આગામી તા.૧૩મી રોજ રવિવારે રાજયના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી મોહનયાદવજી, રાજસ્થાનના મુખ્યમંત્રીશ્રી ભજલલાલ શર્માજી, બિહારના ઉપમુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની ઉપસ્થિતિમાં ઈન્ડોર સ્ટેડિયમ ખાતે સાંજે ૪.૦૦ વાગે જળ સંચય જન ભાગીદારી-જન આંદોલન અભિયાનનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. કેન્દ્રીય મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, રાજસ્થાન રાજયના સુરતમાં વસતા વેપારીઓ, ઉદ્યોગપતિઓએ રાજસ્થાનના તમામ ગામોમાં ગામદીઠ ચાર બોર કરીને વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટેની જવાબદારી લીધી છે.


જયારે મધ્યપ્રદેશના વેપારીઓએ મધ્યપ્રદેશમાં ૩૫૦૦ ગામોમાં રેઈન વોટર હાઈવેસ્ટીંગના કામો કરશે. જયારે બિહારના પાંચ જિલ્લાના ગામોમાં વોટર રીચાર્જીંગ માટેના કાર્યો બિહારના વતની અને સુરતમાં વસતા વેપારીઓ-ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, વરસાદી પાણીને જમીનમાં ઉતારીને જયારે પણ જરૂર પડે ત્યારે પરત મળી રહે તે માટે યોજનાને આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતમાં એપાર્ટેમન્ટો, સોસાયટીઓમાં લોકો વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારવા માટે બોર કરીને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સુરતના પોલીસ સ્ટેશનો, હેડકવાર્ટરો, સરકારી કચેરીઓમાં પણ છતનું પાણી ભુગર્ભમાં સંગ્રહ થાય તે માટેના રેઈન વોટર હાઈવેસ્ટીંગના કાર્યો થઈ રહ્યા છે. લી મેરેડીયન હોટલ ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં સુરતના જિલ્લા પ્રભારી અને નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, ગૃહરાજયમંત્રીશ્રી હર્ષભાઈ સંધવી, મેયરશ્રી દક્ષેશ માવાણી, ધારાસભ્યશ્રી સંગીતાબેન પાટીલ, સુરત શહેરના સંગઠન પ્રમુખશ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા તથા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application