ભારતની સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત ટ્રેનને સતત અકસ્માતોનો શિકાર બની રહી છે. પુરી-હાવડા રૂટ પર ‘વંદે ભારત ટ્રેન’ કુદરતી આફતનો શિકાર બની છે. અહીં વરસાદ અને વાવાઝોડાનાં કારણે ‘વંદે ભારત ટ્રેન’ પર એક ઝાડની ડાળીઓ પડી છે, જેના કારણે ટ્રેનનાં કાંચ તુટી ગયા છે. મળતી માહિતી મુજબ, આ ઘટના ઓડિશાનાં જાજપુર જિલ્લામાં સાંજે લગભગ 4.45 કલાકે બૈતરાની રોડ અને માંગી રોડ સ્ટેશનો વચ્ચે બની હતી. સાઉથ ઈસ્ટર્ન રેલવેના એક અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. જયારે વાવાઝોડા દરમિયાન ઝાડની ડાળીઓ ટ્રેન પર પડી હતી.
વાવાઝોડાનાં કારણે ઝાડની ડાળીઓ પુરીથી હાવડા જઈ રહેલી ટ્રેનનાં પૈંટોગ્રાફમાં ફસાઈ હતી. કુદરતી આફતનો શિકાર બનેલી ટ્રેનમાં પાયલોટ કેબિનનો કાચ પણ તૂટી ગયો છે. પૈંટોગ્રાફ ઓવરહેડ વાયર સાથે ફસાવાથી ટ્રેનનો પાવર પણ બંધ થઈ ગયો છે. ઉલ્લેખનિય છે કે, હાવડા-પુરી-હાવડા રૂટ પર ‘વંદે ભારત એક્સપ્રેસ’ને ગુરૂવારનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તેનું કોમર્શિયલ ઓપરેશન 2 દિવસ બાદ એટલે કે શનિવારે શરૂ કરાયું હતું. સંચાલન શરૂ થયા બાદ આ રૂટ પરની ટ્રેન કુદરતી આફતનો શિકાર બની હતી. ઈસ્ટ કોસ્ટ રેલ્વે અનુસાર આ ‘વંદે ભારત એક્સપ્રેસ’ બંગાળની બીજી ‘વંદે ભારત ટ્રેન’ છે. આ ટ્રેન શરૂ કરાયાનાં બીજા દિવસે અકસ્માતનો શિકાર થઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500