રાજય સરકાર દ્વારા મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બને નેતૃત્વના ગુણો કેળવાય તેવા આશયથી નારી વંદન ઉત્સવની ઉજવણી રાજ્યવ્યાપી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજરોજ નવસારી જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા મહિલાઓમાં નેતૃત્વના ગુણો કેળવાય તેવા આશય મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી નવસારી તાલુકાના પડઘા ગ્રામ પંચાયત હોલ ખાતે ઉજવણી કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પડઘા ગામના સરપંચ જણાવ્યું હતું કે, મહિલાઓ આજે દરેક ક્ષેત્રોમાં પુરુષ સમોવડી બનીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બની રહી છે. મહિલાઓ દરેકક્ષેત્રમાં આગળ વધે તે માટેના તમામ પ્રયાસો રાજય સરકાર કરી રહી છે. મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અનેક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત કરવામાં આવી છે ત્યારે સૌ કોઈ બહેનો તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મહિલા અને બાળ અધિકારી દ્વારા કાર્યક્રમને અનુરૂપ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી. 'સખી' વન સ્ટોપ સેન્ટર'ના કેન્દ્ર સંચાલક દ્વારા વન સ્ટોપ સેન્ટરની વિસતૃત માહિતી આપવામાં આવી તેમજ મહિલા સહાયતા કેન્દ્ર, મહિલા શક્તિ કેન્દ્ર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર દ્વારા જાગૃત કરવામાં આવ્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500