માહિતી બ્યુરો/તાપી : લોહપુરુષશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ તારીખ ૩૧ ઓક્ટોબરનાં રોજ દર વર્ષે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમોમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ શપથ’ લેવામાં આવે છે. તારીખ ૩૧/૧૦/૨૦૨૪નાં રોજ જાહેર રજા હોઇ રાજ્ય સરકાર દ્વારા તારીખ ૩૦/૧૦/૨૦૨૪નાં રોજ ‘રાષ્ટ્રીય એકતા દિવસ શપથ’ લેવા જણાવાયું હતું. જે અન્વયે તાપી જિલ્લામાં આજરોજ સેવાસદન કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેકટરશ્રી આર.આર.બોરડનાં અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા અને તાલુકાની અન્ય વિવિધ કચેરીઓમાં સર્વે અધિકારી/કર્મચારીઓ દ્વારા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’નાં શપથ લેવામાં આવ્યા હતા. આ સાથે તાપી જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે, પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી ખાતે અધિકારી/કર્મચારીઓએ એકતા શપથ લઇ રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષા માટે સ્વયંને સમર્પિત કરવાના શપથ લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application