Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકલેશ્વરમાં આવેલ ઓ.એન.જી.સી. ફલાય ઓવરને આજથી 12 દિવસ માટે બંધ કરાયો

  • March 14, 2023 

ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં જૂનાં નેશનલ હાઇવે પર આવેલાં ઓ.એન.જી.સી. ફલાયઓવરને તોડીને તેના સ્થાને ટવીન બોકસ સેલની કામગીરીનાં કારણે ફલાય ઓવરની નીચેના રસ્તાને આજથી 12 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવાનો તંત્રએ નિર્ણય લીધો છે. અંકલેશ્વર શહેરમાં આવેલાં ઓ.એન.જી.સી. ફલાય ઓવરને આજથી 12 દિવસ માટે બંધ કરવામાં આવશે જેના કારણે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરૂચથી સુરત વાયા અંકલેશ્વર થઇને જવા માટે વાહન ચાલકોએ સુરવાડી ફલાય ઓવરથી અંકલેશ્વર શહેરમાં થઇને પીરામણ ગામવાળા રસ્તે થઇને વાલિયા ચોકડીએ આવવું પડશે.







તેવી જ રીતે સુરતથી ભરૂચ વાયા અંકલેશ્વર થઇને આવવા માટે વાલિયા ચોકડીથી પિરામણ ગામ અને ત્યાંથી અંકલેશ્વર શહેર થઇને સુરવાડી બ્રિજ પર આવવું પડશે. વાહનોને અપાયેલાં ડાયવર્ઝનના કારણે વાહન ચાલકોને 10 કીમી જેટલો વધારાનો ફેરાવો થશે અને અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી જશે. મોટાભારદારી વાહનો જેવા કે શાકભાજી કે જીવન જરૂરીયાતની વસ્તુઓ લઇ જવા માટે માંડવા ગામ થઇને ગડખોલ રોડ પરથી સુરવાડી બ્રિજ ચઢીને રાતના 11 થી સવારના 4 વાગ્યા સુધી પ્રવેશ કરી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application