Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હવે અઘરી પરીક્ષા આપવી પડશે

  • March 27, 2021 

ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હવે ગાડી સરસ રીતે રિવર્સ કરવા સહિત અઘરી પરીક્ષા આપવી પડશે. રૉડ ટ્રાન્સપોર્ટ, હાઇવેઝ અને એમએસએમઇ પ્રધાન નીતિન ગડકરીએ એક સવાલના જવાબમાં ગુરુવારે સંસદને જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હવે ગાડી સરસ રીતે રિવર્સ કરવા સહિત અઘરી પરીક્ષા આપવી પડશે અને બધી જ આરટીઓ ઑફિસને જણાવાયું છે કે લાઇસન્સ મેળવવા માટેની પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા ૬૯ ટકા મેળવવા પડશે.

 

 

 

 

 

જો વાહનમાં રિવર્સ કરવાની સુવિધા હોય તો બહુ ઓછી જગ્યામાં પાછળની તરફ ડાબે અથવા જમણે યોગ્ય રીતે વાહન વાળતા આવડવું જરૂરી બનાવાયું છે. આ નિયમ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સ, ૧૯૮૯ પ્રમાણે છે. નિયમો સખત બનાવવા પાછળ કુશળ અને સારા ડ્રાઇવરો તૈયાર કરવાનો આશય છે.

 

 

 

 

 

ડ્રાઇવીંગની તાલીમ માટે દિલ્હીની સરકારે પચાસ સંસ્થાને પરવાનગી આપી છે.અન્ય સવાલના લેખિત જવાબમાં ગડકરીએ જણાવ્યું હતું ક, ડ્રાઇવિંગ લાઇસન્સ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને લગતી અમુક સેવાઓ આધાર કાર્ડ મારફત ઑનલાઇન મેળવી શકાય એવી સ્વૈચ્છિક સુવિધા સરકારે શરૂ કરી છે. લોકોને અડચણ ન થાય અને આરટીઓ ઑફિસના ધક્કા ન ખાવા પડે એ માટે આ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. આ કારણે રિજનલ આરટીઓ કાર્યાલય અને એના અધિકારીઓની કાર્યક્ષમતામાં પણ વધારો થશે.

 

 

 

 

 

ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, એમના મંત્રાલયે બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જેમ બને એમ આ સેવાઓ શરૂ કરવા જણાવ્યું છે. આ સાથે એમના મંત્રાલયે માનવસંપર્ક ઘટે એ માટે કાયદા પ્રમાણેના બધા જ ફોર્મ્સ, ફી અને દસ્તાવેજો ઑનલાઇન રજૂ કરી શકાય એવી વ્યવસ્થા શરૂ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application