ફરી પોતાની દેહશત ઉભી કરવા કોરોના જાણે મેદાને આવી રહ્યું હોય તેમ તંત્ર પણ એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે જ્યાં કોરોના સંક્રમણને લઈને હવે ફરી એક વખત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવધાન સ્થિતિમાં આવી ગઈ છે. નવી એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી રહી છે.
કોરોના સંક્રમણને લઈને હવે આરોગ્ય વિભાગ પણ સક્રિય થઈને કામે લાગી ગયું છે.બીજી તરફ ડરના કારણે લોકો પણ સંક્રમીત થતા પહેલાં જ વેક્સિન લેવાનું પસંદ કરી રહ્યાં છે. છેલ્લા થોડા દિવસોમાં વેક્સિન લેનારાની સંખ્યામાં એકાએક વધારો થયો છે.
કોરોના સંક્રમણનો નવો વેરિયન્ટ આવતાની સાથે જ ફરી એક વખત કોરોના કેસો અન્ય દેશોમાં વધી રહ્યા છે. જેને પગલે હવે દેશમાં પણ ધીરે ધીરે કોરોના સંક્રમણ વધી શકે છે. તેવી શક્યતાને ધ્યાન રાખતા. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને વેક્સિનેશન આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે. આરોગ્ય કેન્દ્ર ઉપર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનનો પૂરતો જથ્થો મૂકવામાં આવી રહ્યો છે. આવનાર કોઈપણ વ્યક્તિ વેક્સિન વગર ન જાય તેવું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationવેલ્દા ગામની સીમમાં ટ્રક અડફેટે બાઈક ચાલક ઈજાગ્રસ્ત થયો
April 07, 2025