નિઝરનાં અંતુર્લી ગામમાં છાપરામાં વરલી મટકાનો જુગાર રમતા રમાડતા ૧૪ જુગારીઓને રોકડા રૂપિયા ૧૮,૪૯૦/- તથા અન્ય સામગ્રી મળી કુલ રૂપિયા ૧,૭૨,૪૯૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જયારે બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, નિઝર તાલુકાના અંતુર્લી ગામમાં સાહેબરાવ આશારામભાઈ કોળીના ઘરની પાછળનાં ભાગે આવેલા છાપરા નીચે મુંબઇથી નીકળતા વરલી મટકાના આંકડાઓ ઉપર પૈસા વતી હારજીતનો વરલી મટકાનો જુગાર રમાતો હતો. જે બાતમીના આધારે પોલીસે તારીખ ૦૪/૦૨૦૨૫ નારોજ સ્થળ ઉપર રેડ કરી જુગાર રમતા ૧૪ જુગારીઓને ઝડપી પાડ્યા હતા.
જેમાં રાજેન્દ્રભાઈ કાળુભાઈ તંબોળી (રહે.વેલદા), ભરતભાઈ ગોસાઈભાઈ પાડવી (રહે.વાંકા), ગણેશભાઈ વિરીયાભાઈ પવાર (રહે.ઓલવાન ગામ, તા.તળોદા), મણિલાલભાઈ દશરથભાઈ પાડવી (રહે.વાંકા), ક્રિષ્ના અશોકભાઈ પાડવી (રહે.વાંકા), લડ્ડીયાભાઈ સખારામભાઈ પાડવી (રહે.અંતુર્લી), તાપીરામભાઈ દાદભાઈ પાડવી (રહે.સજજીપુર), સુરેશભાઈ જેરૂભાઈ પાડવી (રહે.અંતુર્લી), નિલેશભાઈ બલવંતભાઈ પાઠક (રહે.નિઝર), સંપતભાઈ ગુલાભભાઈ વળવી (રહે.ચાંદશૈલી), અમૃતભાઈ ઉત્તમભાઈ ઠાકરે, સુરેશભાઈ મંગીયાભાઈ પાડવી (બંને રહે.હરદુલી), રાજુભાઈ મંગેસીંગભાઇ વળવી (રહે.હથોડા), દિલીપભાઈ રાયસીંગભાઈ પાડવી (રહે.નિઝર)નાંઓને ઝડપી પાડી જેઓ પાસેથી રોકડા રૂપિયા ૧૮,૪૯૦/-, મોબાઇલ નંગ ૧૦ જેની કિંમત રૂપિયા ૪૪,૦૦૦/- તથા મોટરસાયકલ નંગ ૪ રૂપિયા ૧,૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૭૨,૪૯૦/-નાં મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે આ કામે સાહેબરાવ આશારામ કોળી (રહે.અંતુર્લી) અને રાહુલભાઈ ઢોને (રહે.ધુળવદ, તા.જી.નંદુરબાર)નાંને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે સુનિલભાઈની ફરિયાદના આધારે ઝડપાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500