સુપ્રીમ કોર્ટે મંગળવારે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના સીલબંધ વિસ્તારમાં એટલે કે વજુખાનામાં આવેલી પાણીની ટાંકીની સફાઈ માટે હિન્દુ મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને સ્વીકારી લીધી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ વજુખાનામાં આવેલી પાણીની ટાંકીને સાફ કરવાનો આદેશ આપ્યો હતો.
ઉત્તર પ્રદેશ સરકાર વતી કોર્ટમાં હાજર થયેલા એડિશનલ સોલિસિટર જનરલ માધવી દિવાને ટાંકીને સાફ કરવાની પરવાનગી માગતા કહ્યું હતું કે જ્યાં પાણીની ટાંકી છે ત્યાં પહેલા શિંવલીંગ હોવાના દાવો કરવામાં આવ્યો છે પરંતુ ત્યાં બાજુમાં પાણીની ટાંકીમાં મરેલી માછલીઓ પડી છે આથી સમજી શકાતું નથી કે તેનું નિરિક્ષણ કરી શકાતું નથી.ત્યારબાદ કોર્ટે તેને સાફ કરવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું હતું કે મસ્જિદની વ્યવસ્થાપન સંસ્થા અંજુમન અંજામિયા મસ્જિદ સમિતિએ વારાણસીની નીચલી અદાલતમાં આવી જ અરજી દાખલ કરી છે.
વારાણસી જિલ્લા અદાલતે ગયા વર્ષે 21 જુલાઈએ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) ને કાશી વિશ્વનાથ મંદિરની બાજુમાં આવેલી મસ્જિદ અગાઉના જૂના મંદિરના માળખા પર બાંધવામાં આવી હતી કે કેમ તે જાણવા માટે વિસ્તૃત વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો.સુપ્રીમ કોર્ટે અગાઉ મસ્જિદ સંકુલના વજુખાનાનો સર્વે કરવાની ના પાડી હતી પરંતુ હિન્દુ પક્ષકારોએ આ સ્થાન પર શિવલિંગ હોવાનો દાવો કર્યો છે. આથી હવે કોર્ટે તેની સાફ સફાઈ કરીને તેનો સર્વે કરવાની પરવાનગી આપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500