રાજકોટવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. જેમાં હવે સિંહ દર્શન માટે ગીર કે અન્ય અભ્યારણ્યોમાં જવુ નહીં પડે, હવે રાજકોટમાં પણ એક મોટી લાયન સફારી પાર્ક તૈયાર કરવામાં આવશે. જેમાં રાજકોટ મહાનગર પાલિકા આગામી દિવસોમાં 30 કરોડના ખર્ચે 33 હેક્ટર જેટલી ખુલ્લી જગ્યામાં દેશની પ્રથમ લાયન સફારી પાર્ક બનાવવા જઇ રહ્યું છે. આ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપવામાં આવી છે.
દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટમાં આકાર લેશે. આ માટે જરૂરી મંજૂરી કેન્દ્ર સરકાર તરફથી મળી ચૂકી છે. માહિતી છે કે, દેશની પ્રથમ લાયન સફારી પાર્ક રાજકોટ મહાનગરપાલિકા રાજકોટમાં બનાવશે. આમાં રાજકોટ અને આસપાસના જિલ્લાના લોકોને સિંહ દર્શન માટે હવે ગીર સુધી લાંબુ થવુ નહીં પડે, તેમને સિંહ દર્શનનો લ્હાવો રાજકોટમાં જ મળી રહેશે. આ લાયન સફારી પાર્ક પ્રૉજેક્ટ 33 હેક્ટર જગ્યામાં 30 કરોડના ખર્ચે રાજકોટમાં બનશે.
જેમાં 2026માં જીપમાં બેસીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકો સિંહ દર્શન કરી શકશે. આ માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને કેન્દ્ર સરકારે આ માટે મંજૂરી પણ આપી દીધી છે, આજીડેમ અને પ્રદ્યુમન પાર્ક ઝૂના 13 સિંહમાંથી એક ગૃપ સફારી પાર્કમાં મૂકવામાં આવશે. આવતા વર્ષના બજેટમાં સફારી પાર્ક માટે અલગથી જોગવાઈ કરવામાં આવશે.
આ માટે રાજકોટ મહાનગરપાલિકા અઢી વર્ષમાં પ્રૉજેક્ટ પૂરો કરશે, ગીરના જંગલ જેવી આબોહવા માટે અલગ-અલગ વૃક્ષારોપણ કરવામાં આવશે. જેના માટે રાજકોટ મનપા અઢી વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરશે. સાથે જ રાજકોટવાસીઓને સિંહ દર્શન માટે ગીર જવું પડે નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500