મહારાષ્ટ્ર માંથી તાપી જીલ્લામાં વર્ષોથી મોટાપાયે દારૂ સપ્લાય કરવાનું નેટવર્ક ચલાવતો કુખ્યાત બુટલેગર નીતિન બટુક ઠક્કર વધુ એકવાર વોન્ટેડ જાહેર કરાયો છે.જીલ્લા એલસીબીએ તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર સોનગઢનો કુખ્યાત બુટલેગર નીતિન બટુક ઠક્કર વધુ એકવાર ફરી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.મળતી માહિતી અનુસાર એલસીબી શાખામાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ લેબજીભાઈને મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના ઘાસિયામેઢા ગામના ત્રણ તાડીયા ફળીયામાં દરોડા પાડ્યા હતા જેમાં વીરસીંગભાઈ સેવાભાઈ ચૌધરીએ મકાનમાં આવેલ માળિયા ઉપર સંતાડેલો ઈંગ્લીશદારૂ શોધી કાઢવામાં આવ્યો હતો જેમાં બીયરના ટીન અને સુગંધી સંતરાનો દારૂ મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં ઈંગ્લીશદારૂનો જથ્થો કુખ્યાત બુટલેગર નીતિન બટુક ઠક્કર રહે,શ્રીરામ નગર-સોનગઢ અને એક અજાણ્યા ઇસમે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવમાં હેડકોન્સ્ટેબલ જગદીશભાઈ જોરારામભાઈની ફરિયાદના આધારે પકડાયેલ આરોપી વીરસીંગભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી નીતિન બટુક ઠક્કર સહિત કુલ બે જણાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application