જીવલેણ કોરોનાનો હવે તાપી જીલ્લામાં કોઈને ડર રહ્યો નથી અને લોકો બિન્દાસ્ત થઈ ફરીથી પોતાના રાબેતા મુજબ કામ ધંધામાં તેમજ હરવા ફરવા લાગ્યા છે. અને કોરોનાની રફતાર પણ ઓછી થઈ હોય તેમ પોઝિટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે પરંતુ જે રીતે તાપી માં લોકો સોસિયલ ડિસ્ટન્ટ કે માસ્ક વગર બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે. તે એક ચિંતાનો વિષય બન્યો છે.
જોકે આજરોજ તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોંધાયો નથી, જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર આજદિન સુધી જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 775 કેસ નોંધાયા છે, આજે વધુ 1 દર્દીએ કોરોના ને મ્હાત આપી, અત્યાર સુધી કુલ 712 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે. હાલ 18 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જીલ્લામાંથી આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 500 સેમ્પલ લેવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500