૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, આહવા દ્વારા આ વિધાનસભા મતદાન વિભાગ માટે ચૂંટણીની નોટીસ જાહેર કરવામાં આવી છે. જે મુજબ ચૂંટણી અધિકારી, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી, જૂની કલેકટર કચેરી, આહવાને અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારશ્રી, આહવા, મામલતદાર કચેરી, જિલ્લા સેવા સદન, આહવા, જિ.ડાંગને મોડા મા મોડુ તા.૧૪/૧૧/૨૦૨૨ (સોમવાર) સુધીમા કોઈપણ દિવસે (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૩ વાગ્યા સુધીમા નામાંકન પત્રો પહોંચાડી શકાશે
નામાંકન પત્રોની ચકાસણી ચૂંટણી અધિકારી, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારીશ્રી, આહવા-ડાંગની કચેરી, જુની કલેક્ટર કચેરી ક્મ્પાઊન્ડ, ડાંગ-આહવા ખાતે તા.૧૫/૧૧/૨૦૨૨ (મંગળવાર) ના રોજ સવારે ૧૧ વાગ્યે હાથ ધરવામા આવશે. જ્યારે તા. ૧૭/૧૧/૨૦૨૨ (ગુરુવાર) ના રોજ બપોરના ૩ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચવાની નોટીસ, ઉપરોક્ત કોઈપણ અધિકારી સમક્ષ રજુ કરી શકાશે. તેમ શ્રી આર.સી.ચૌહાણ ચૂંટણી અધિકારી, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતવિભાગ અને પ્રાંત અધિકારી, આહવા-ડાંગની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500