તાપી જીલ્લામાં કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોધાયેલ નથી, જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.પાંચમી ફેબ્રુઆરી નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ નો એકપણ નવો કેસ નોધાયેલ નથી. જેને લઈ આરોગ્ય તંત્ર એ રાહત નો શ્વાસ લીધો છે.
આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ 891 કેસો નોંધાયા છે, વધુ 1 દર્દી સાજો થતા રજા આપવામાં આવી છે, અત્યાર સુધી કુલ 850 દર્દીઓ સાજા થયા છે, કોરોનાની સારવાર દરમિયાન કુલ 41 દર્દીઓના મોત નીપજ્યા છે, કોરોના ટેસ્ટ માટે 326 સેમ્પલ લેવામાં આવ્યા છે. જીલ્લામાં માત્ર 1 કેસ એક્ટીવ છે..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500