નિઝર તાલુકાનાં લક્ષ્મીખેડા અને બોરડા ગામની સીમમાં હાઇવે ઉપર ગત તા.23મી જુનનાં રોજ રાત્રિના 12:30 વાગ્યાના અરસામાં નિઝર-મુબારકપુર ગામે તાપી નદી કિનારેથી લીઝ પરથી રેતી ભરીને આવતી ટ્રક નંબર GJ/21/T/4122 અને ઉચ્છલ તરફથી આવતી ટ્રક નંબર GJ/16AW/7500 સામસામે અથડાઈ હતી. જેમાં એક ટ્રકનો પાવર સ્ટેરીંગ ફેલ થવાથી બંને ટ્રકો સામસામે અથડાતા જોરદાર અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતમાં રોડની સંરક્ષણ વોલ તોડી ટ્રકો હાઇવેની નીચે ઉતરી ગઈ હતી. જયારે અકસ્માતને લઈ લોખંડની સુરક્ષા રેલિંગ તૂટતા લાખોનું નુકસાન થયું હતું તેમજ એક ટ્રક સીધી રોડ ઉપરથી ઉતરીને બાવળના ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. સદ્દનસીબે રાત્રી દરમિયાન અન્ય વાહનોની અવરજવર ન હોવાથી કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application