સુરત જિલ્લાના માંડવી તાલુકાના વેગી ગામની સીમમાં કાકરાપાર જમણાકાંઠા નહેરની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો તેમજ મહિલા ભેગા મળી જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા માંડવી પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો.
ત્યાં મારી જુગાર રમી રહેલા નિલેષ ભીખુભાઈ રાઠોડ (રહે.માંડવી) ડાહ્યાભાઈ દેવજી પટેલ (રહે.ગોદાવાડી, લુહાર ફળિયુ), ઈરફાન અહમદ શેખ (રહે.બાવાગરનો ટેકરા, માંડવી), ટોફિક હમીદ મેમણ (રહે.માર્કેટ ફળિયુ, માંડવી), નિમેશ નાનુભાઈ પટેલ (રહે.પટેલ ફળિયુ, અમલસાડી), અજય રામનિવાસી યાદલ (રહે.ધોબણીનાકા, માંડવી), રાજુ સવજી ભરવાડ (રહે.કવોરી ફળિયુ, અરેઠ ગામ), રણજીત ભાલજી વસાવા (રહે.સડક ફળિયુ, કરંજ ગામ), મીરાબેન સંજયભાઈ જોગી (રહે.અંબાજી નાકા, માંડવી)નાઓને રંગે હાથ પકડી લીધા હતા. તેમજ પોલીસે તેમની પાસેથી દાવ પરના રોકડા રૂપિયા ૧૦,૬૨૦, અંગઝડતીના રોકડા રૂપિયા ૧૧,૨૦૦, ૯ નંગ મોબાઈલ જેની કિંમત રૂપિયા ૩૧,૫૦૦ મળી કુલ રૂપિયા ૫૩,૩૨૦નો મુદામાલ કબ્જે કર્યો હતો આમ, પોલીસે આ ગુન્હામાં રાહુલ પાટીલ (રહે.બૌધાન), જયેન્દ્ર કનુ રાઠોડ (રહે.અરેઠ), બાદલ (રહે.અરેઠ), વિજય (સાલૈયા), સાવન ચૌધરી (રહે.અરેઠ)ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500