હાથીપગો મચ્છર દ્વારા ફેલાતો રોગ છે. હાથીપગાનો ચેપ ધરાવતી વ્યક્તિ બહારથી તંદુરસ્ત દેખાય છે. પરંતુ સ્વસ્થ લાગતી વ્યક્તિને પણ હાથીપગો થયો હોઈ શકે છે, જે ફક્ત લોહીના પરીક્ષણ દ્વારા જ માલૂમ પડે છે કે તેને હાથીપગાનો ચેપ લાગ્યો છે. આ રોગના જંતુ હાડકાના પોલાણમાંથી રાત્રે જ લોહીના પરિભ્રમણમાં બહાર આવે છે. તેથી રોગના નિદાન માટે લોહીની તપાસ રાત્રિના સમયે કરવામાં આવે છે, જે સંદર્ભે મચ્છરજન્ય હાથીપગા રોગને નાબૂદ કરવા સુરત જિલ્લામાં રાત્રિના સમયે લોહી તપાસની કામગીરી કરવામાં આવી હતી.
સુરત જિલ્લાના તાલુકા દીઠ એક સેન્ટીનેલ સાઈટ અને એક રેન્ડમ સાઈટ એમ કુલ નવ તાલુકાના ૧૮ ગામોમાં આરોગ્ય ટીમો દ્વારા હાથીપગા રોગના નિદાન માટે નાઈટ બ્લડ સર્વેની કામગીરી કરી ૫૫૮૨ વ્યક્તિઓના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. એલિમીનેશન ઓફ લિમ્ફેટીક ફાઈલેરીયાસીસ અંતર્ગત કન્ફર્મેટરી મેપીંગ બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ પટેલ તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.પ્રશાંત સેલરના માર્ગદર્શન હેઠળ હાથીપગાના નિદાન માટે નાઈટ બ્લડ સર્વેની કામગીરીમાં પ્રા.આ.કેન્દ્રના આરોગ્ય કર્મચારીઓ તેમજ આશા બહેનોની ટીમો સહભાગી બની હતી. નોંધનીય છે કે. હાથીપગાનો ચેપ લાગ્યા પછી ૬ થી ૮ વર્ષ પછી રોગના લક્ષણો દેખાય છે. રોગના લક્ષણો દેખાયા પછી તેની કોઈ સારવાર નથી. ફક્ત સ્વચ્છતા અને કસરત દ્વારા બીમાર વ્યક્તિની માવજત કરી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application