Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Night Curfew : વ્યારા શહેરમાં આ સેવાઓ/પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે- વિગતવાર જાણો

  • January 26, 2022 

COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ, મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ,ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર આઇટી અને આઈ.ટી. સંબંધિત સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./સી.એન.જી પી.એન.જીને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવા, પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.


ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ, આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતર શહેરોમાં વ્યાપાર/સેવાના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ, તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. તથા તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે, જે દરમિયાન COVID 19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૨ સુધી અમલમાં રહેશે. આ સમય દરમ્યાન ભારત સરકાર તથા ગુજરાત સરકાર ઘ્વારા પ્રસિઘ્ઘ કરવામાં આવતી તમામ સુચનાઓ તથા તે અંતર્ગત બહાર પાડવામાં આવતી તમામ S.O.P.ની ચુસ્ત૫ણે અમલવારી કરવાની રહેશે. આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ધ એપેડેમિક ડિસીઝ એક્ટ ૧૮૯૭ અન્વયે ધ ગુજરાત એપેડિમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ની જોગવાઈઓ, ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ અને ૧૩૯ મુજબ તથા ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ-૫૧ થી ૬૦ની જોગવાઈઓ મુજબ સજાને પાત્ર થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application