બારડોલી નજીક આવેલા ધામડોદ લુંભા ગામની લક્ષ્મી વિલા સોસાયટીમાં રહેતા હેમંતકુમાર મોહનલાલ મિસ્ત્રીની 18 વર્ષીય પુત્રી નિધિ ગત સોમવારે સવારે ટ્યુશન જવાનું કહી ઘરેથી નીકળી હતી. ત્યારબાદ તેની ઘરે પરત ફરી ન હતી. પરિવારજનોએ શોધખોળ કરવા છતાં યુવતી મળી શકી ન હતી. આથી યુવતીના પિતા હેમંતભાઈએ બારડોલી પોલીસ મથકમાં ગુમ જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.
યુવતી આશરે પાંચ ફૂટ ઊંચી, રંગે ઘઉંવર્ણની તેમજ શરીરે પીળા રંગની ટૂંકી બાંયની ટી-શર્ટ અને કાળા રંગનો જીન્સનો પેન્ટ પહેરેલ છે. પોલીસે યુવતીની ગુમ થયાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application