પી.એફ.વિભાગ, ભરૂચ દ્વારા તારીખ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ “નિધિ આપકે નિકટ ૨.૦ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમમાં સભ્યો, નોકરી દાતાઓ અને પેન્શનરોને પી.એફ. અને પેન્શન યોજનાઓ બાબતે જાણકારી આપવામાં આવી તેમજ સભ્યો અને પેન્શનરોની ફરિયાદોનું નિવારણ કરવામાં આવ્યું. ક્ષેત્રીય ભવિષ્ય નિધિ કમીશ્નરશ્રી, ધનવંત સિંહ જાણકારી આપતાં જણાવ્યું કે,નિધિ આપકે નિકટ ૨.૦ ભવિષ્ય નિધિ વિભાગ દ્વારા નવી પહેલ કરવામાં આવેલ છે.
જે હેઠળ બધા જિલ્લાઓમાં નોકરી વર્ગ, નોકરી દાતાઓ અને પેન્શનરો ને જાણકારી આપવામાં આવશે તેમજ સ્થળ પર જ તેઓની ફરિયાદ નિવારણ હેતુ કેમ્પ આયોજિત કરવામાં આવશે. કાર્યક્રમ હેઠળ ભરૂચના અધિકાર ક્ષેત્રમાં આવનાર ભરૂચ અને નર્મદા જીલ્લામાં નિધિ આપકે નિકટ ૨.૦ કેમ્પનું આયોજન ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં દેહજ ઇન્ડસ્ટ્રીયલ એસો.ઓડીટોરીયમમાં કુલ ૪૭ પ્રતિનિધિઓએ ભાગ લીધો જેમાં ફરિયાદોનું નિવારણ, જીવન પ્રમાણપત્ર અપડેટ, ઈ-નોમીનેશન કરાવવામાં આવ્યું હતું. ક્ષેત્રીય કમીશ્નરશ્રી એ જણાવ્યું કે જાગૃતિ અને ફરિયાદ નિવારણનો આ કાર્યક્રમ દરેક મહીને આયોજિત કરવામાં આવશે જેમાં લોકો સામાજિક સુરક્ષા યોજનાઓનો મહત્તમ લાભ લઇ શકે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500