Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં આગામી તારીખ 21મી માર્ચ તાલુકા અને 23મી માર્ચે જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

  • March 07, 2023 

સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામા ફેબ્રુઆરી ૨૦૨૩નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી તા ૨૧મી, મંગળવાર તથા ૨૩મી ગુરુવારે  જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે. જેમાં ૨૧મી માર્ચ ઉચ્છલ તાલુકામાં કલેક્ટરસુ, ભાર્ગવી દવેના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી, ઉચ્છલ ખાતે સવારે-૧૧ કલાકે  તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.








વ્યારામાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વ્યારા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે. સોનગઢ તાલુકામાં પોલીસ અધિક્ષક, તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, ડોલવણ તાલુકામાં જિલ્લા પ્રાયોજન વહિવટદાર સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, નિઝર તાલુકામાં ડાયરેકટર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, વાલોડ તાલુકામાં પ્રાંત અધિકારી, વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે, કુકરમુંડા તાલુકામા પ્રાંત અધિકારી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી  કુકરમુંડા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.







જયારે તાપી જિલ્લાનો માહે. માર્ચ-૨૦૨૩નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૩/૨૦૨૩ ગુરુવારના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે. અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા.૧૦/૦૩/૨૦૨૩ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, તથા જિલ્લા કક્ષાની સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ જિલ્લાના સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ તાપી જિલ્લા કલેક્ટર તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application