તાપી વાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જિલ્લામાં ગુરુવારે કોરોના દર્દીનો એકપણ નવો કેસ નોંધાયો નથી. જોકે કેટલાક લોકો માસ્ક અને શોશિયલ ડીસ્ટન્સ વિના બિન્દાસ્ત હરવા ફરવા લાગ્યા છે તે એક ચિંતાનો વિષય બન્યો છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ, તારીખ પાંચમી ઓગસ્ટના રોજ સાંજ સુધીમાં તાપી જિલ્લાના સાતેય તાલુકામાં કોરોનાનો એકપણ નવો કેસ નોંધાયો નથી. માત્ર એક દર્દી કોરોનાની સારવાર લઇ રહ્યો છે. જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૮૯૦ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૭૬૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૫ દર્દીઓના મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૨૨ દર્દીઓના મોત સાથે કુલ ૧૨૭ દર્દીઓના મોત નિપજ્યા છે.
કોરોના પોઝીટીવ દર્દીના ક્યાં કેટલા કેસો નોંધાયા ?? એક નજર કરીએ
- વાલોડ તાલુકો – કુલ ૭૯૩
- વ્યારા અને ડોલવણ તાલુકો – કુલ ૧૫૯૦
- સોનગઢ તાલુકો – કુલ ૯૪૫
- ઉચ્છલ તાલુકો – કુલ ૨૧૬
- નિઝર અને કુકરમુંડા તાલુકો – કુલ ૩૪૬
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500