તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવનિર્મિત બસ સ્ટેન્ડ તથા ૫૧ નવિન બસોનું લોકાર્પણ રમતગમત, યુવક સેવા, સાંકૃતિક વિભાગ અને વાહન વ્યવહારના રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વાહન વ્યવહારના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સમગ્ર જિલ્લાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજે આ અદ્યતન સેવાઓથી સંપ્પન બસ સ્ટેન્ડ નાગરિકોની સુવિધામાં વધારો કરશે. સોનગઢ બસ સ્ટેન્ડ ઉપર 538 બસો દૈનિક ધોરણે અપડાઉન કરે છે. સોનગઢથી મહારાષ્ટ્ર આવન જાવન કરવા માટે પણ રાજ્ય સરકારે ધુલીયા અને નાગપુર સુધી 130 બસોનું સંચાલન કરી રહી છે. સમગ્ર ગુજરાતમાં 30 લાખથી વધુ મુસાફરો દરરોજ બસમાં મુસાફરી કરે છે. એમ જણાવી બસ, એ મુસાફરોની જીવાદોરીનું માધ્યમ છે. બસ એ લાખો લોકોને પોતાની મંજિલ સુધી પહોચાડી સૌના સપના પુરા કરે છે તેમ કહ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, તમારા માટે ઉપલબ્ધ કરાવેલ સુવિધાને વર્ષો સુધી આવી જ હાલતમા રહે તે માટે સ્વચ્છતા જાળવવી ખુબ જ જરૂરી છે. સ્વચ્છતાનો સંકલ્પ લઇ વડાપ્રધાનશ્રી જ્યારે પોતે ઝાડૂં લઇ સફાઇ અભિયાનમાં ભાગ લેતા હોય ત્યારે આપણે તેમા સાચા નાગરિક તરીકે સહભાગી થવું જોઇએ. સમગ્ર રાજ્યમાં 2800 નવા સ્વચ્છતા કર્મચારીઓ નવા બનાવેલ બસ સ્ટેન્ડ ઉપર ઉપબ્ધ કરાવ્યા છે. સરકાર તમામ સુવિધાઓ આપે છે. પણ તેની જાણવણી કરવાની અને એક જાગૃત સમાજ તરીકે સુવિધાઓને સાચવવાની આપણી ફરજ છે એમ જણાવી સૌને પોતાની આસપાસ અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાણવવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાત માત્ર એક એવું રાજ્ય હશે, જ્યા મહાનગર પાલીકાઓને જે સુવિધા મળે તેવી જ સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએ પણ મળે છે. ગુજરાતના છેવાડા દરેક વ્યક્તિની સુવિધા માટે તબક્કાવાર સમગ્ર રાજ્યમાં વિવિધ સ્થળે બસ સ્ટેન્ડોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે.
આ સાથે તાપી જિલ્લાના પ્રતિનિધિઓ અને એડમિનિસ્ટ્રેસન બન્ને ખુબ જ મજબુત છે, અને એક સશક્ત ટીમ તરીકે જિલ્લાના નાગરીકોને તમામ સુવિધાઓ મળી રહે તેની તકેદારી રાખી રહ્યા છે.એમ તેમણે સરાહનના કરતા જણાવ્યું હતું. હતી. અંતે તેમણે તાપી જિલ્લા પોલીસ તંત્રની કામગીરીની પ્રસંશા કરતા નાગરિકોને વ્યાજખોરોથી મુક્તી અપાવવાની સાથે, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ પોતાના યુવા દિવસોની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લો એ મારા માટે રાજકિય અને સામાજિક કામગીરીમાં સૌથી વધારે લાગણીથી જોડાયેલો જિલ્લો છે.કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નવીન બસો અને બસ સ્ટેન્ડનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે રાજ્યને સમર્પિત ૫૧ બસને લીલી ઝંડી આપી બસોને પ્રસ્થાન કરાવી નવી બસોમાં સ્વયં સવારી પણ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500