Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એસ.ટી વિભાગ ભરૂચ ધ્વારા નવીન નિમણૂંક પામેલ ડ્રાયવરોને મંત્રી તથા નાયબ મુખ્યદંડકના હસ્તે નિમણૂંકપત્ર એનાયત કરાયા

  • November 22, 2021 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્વારા નવીન નિમણૂંક પામેલ ડ્રાયવરોના નિમણૂંકપત્ર આપવા અંગેનો કાર્યક્રમ વાહન વ્યવહાર, માર્ગ અને મકાન, યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઈ મોદીના અધ્યક્ષસ્થાને ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન હોલ ખાતે યોજાયો હતો. આ વેળાએ ભરૂચ એસ.ટી વિભાગમાં ૨૯૦ જેટલાં ડ્રાયવરો નવી નિમણૂંક પામતા જિલ્લા પ્રભારીમંત્રી પૂર્ણેશભાઈ મોદી તથા નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલના તેમજ મહાનુભાવોના હસ્તે નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોને નિમણૂંકપત્ર એનાયત કરાયા હતા.







મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, યુગ અને પરિવર્તન ખુબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકોની આશા-આકાંક્ષા-અપેક્ષા પુરી કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ છે. ભારતના વિકાસને આગળ લઈ જવા માસ્ક ટ્રાન્સ્પોર્ટેશનની ભૂમિકા ખુબ મહત્વની રહેલી છે. રાજ્ય સરકારે નાનામાં નાના વર્ગની તેમજ અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં રહેતા ગરીબ વ્યક્તિની ચિંતા કરી છે. ગરીબ વ્યક્તિ ધંધા વ્યાપાર માટે એમના સ્થળે ઝડપી અને સમયસર પહોંચી શકે તે માટે રાજ્ય સરકાર એસ.ટી. બસ ગામડે-ગામડે દોડાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, એસ.ટી. નિગમના કર્મચારીઓ કુદરતી આપત્તિ તેમજ કોવિડ-૧૯ની મહામારીમાં ખડેપગે હાજર રહી મુસાફરોને તેમના સ્થાન સુધી પહોંચાડવાની સેવા પુરી પાડવામાં આવેલ છે. એસ.ટી. વિભાગ નફા ધોરણે નહિં પરંતુ સેવાના ધોરણે બસો દોડાવી લોકોને સમયસર પહોંચાડવાની જવાબદારી પુરી પાડેલ છે.








તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય માનવીની સુખ-સુવિધાને કેન્દ્રસ્થાને રાખી એસ.ટી. વિભાગ સેવાના મુખ્ય ધ્યેય સાથે સરાહનીય કામગીરી કરવામાં આવે છે તેમ જણાવી તેમણે એસ.ટી. વિભાગની વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી. છેવાડાના માનવીની સુવિધાઓ પુરી પાડવાનો એસ.ટી. નિગમનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે તેમ પણ મંત્રી જણાવ્યું હતું.








નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલે નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોને શુભેચ્છા પાઠવી એસ.ટી. વિભાગ દ્વારા થઈ રહેલી કામગીરીની વિગતો જણાવી નિરામય આરોગ્ય યોજનાની વિગતો જણાવી એસ.ટી. વિભાગના પરિવારો આ યોજનાનો મહત્તમ લાભ લે તેવી હિમાયત કરી હતી. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા આગેવાન મારૂતિસિંહ અટોદરીયાએ પ્રાસંગિક ઉદબોધનમાં એસ.ટી. વિભાગની કામગીરી બિરદાવી નવી નિમણૂંક પામતાં ડ્રાયવરોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ વેળાએ મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને નાયબ મુખ્યદંડક દુષ્યંતભાઈ પટેલનું એસ.ટી. યુનિયન દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. પ્રારંભે વિભાગીય નિયામક સી.ડી.મહાજને સ્વાગત પ્રવચન કરતાં ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની રૂપરેખા આપી હતી. અંતમાં આભારવિધિ નાયબ ઈજનેર અક્ષય મહેતાએ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application