Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂ.૪૦ લાખના ખર્ચે તૈયાર થનારા સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટના નવીન મકાનનું ખાતમુર્હૂત કરાયું

  • August 28, 2023 

રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂા.૪૦ લાખના ખર્ચે તૈયાર થનારા ૩ બેડવાળા ૩ યુનિટના મકાનનું નવા જન્મેલા બાળકો માટે સ્પેશીયલ ન્યુ બોર્ન કેર યુનિટ (એસ. એન. સી. યુ.) નું આજરોજ ખાતમુર્હૂત કર્યુ હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોના આરોગ્યની સુખાકારી માટે વિશ્વમાં સૌ પ્રથમ આરોગ્યલક્ષી આયુષ્યમાન યોજનાની શરૂઆત કરી છે તેમ જણાવ્યું હતું આ યોજનાના લીધે દેશના નાનામાં નાના લોકોને ગંભીર પ્રકારની બીમારીઓમાં પણ સારી સરકાર માન્ય હોસ્પિટલોમાં સારી સારવાર મળી રહી છે અને તેના સારા પરિણામો મળી રહયા છે જેથી આ આયુષ્યમાન યોજનાનો દરેક માણસોએ ગંભીર પ્રકારની બીમારીઓમાં લાભ લેવા અનુરોધ કર્યો હતો.



મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રસ્તા અને પેવર બ્લોકના તો કામો ઘણાં થાય જ છે પરંતુ આવા કામો નાણાંપંચની ગ્રાન્ટમાંથી કરવા જોઇએ એવી જેમની માન્યતા છે તેવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીએ આ કામ પણ ૧૫ માં નાણાંપંચની જિલ્લા અને તાલુકા પંચાયતની ગ્રાન્ટ તેમજ અન્ય જિલ્લા પંચાયતની ગ્રાન્ટમાંથી તૈયાર થઇ રહયુ છે તેના આયોજન માટે તેમને અભિનંદન આપ્યા હતા. આ તબક્કે મંત્રીશ્રીએ આ ન્યુ બોર્ન કેર સેન્ટર જલદીમાં જલદી તૈયાર થાય અને તેનો લાભ આ વિસ્તારના નવા જન્મેલા બાળકો માટેની સારસંભાળમાં ઉપયોગી બની રહે તેવી આશા વ્યકત કરી હતી. ભીલાડ સામૂહિક આરોગ્ય કેન્દ ખાતે હાલમાં ૩ બેડવાળા ૩ ન્યુ બોર્ન કેર તૈયાર થનાર છે જેનું તબક્કાવાર ૬ બેડવાળા ૬ યુનિટમાં અપગ્રેડેશન કરવામાં આવશે. આ સેન્ટરમાં રૂા. ૨૦.૮૫ લાખના ખર્ચે મકાન બાંધકામ, રૂા. ૧૩ લાખના ખર્ચે મેડિકલ સાધનો અને રૂા. ૫.૫૨ લાખના ખર્ચે ઇલેકટ્રિકફીકેશનનો સમાવેશ થાય છે. આ ન્યુ બોર્ન કેર સેન્ટરમાં નવા જન્મેલા બાળકોને ઇન્ફેકશન ન લાગે તે માટે, શ્વાસોશ્વાસમાં તકલીફ ન પડે તે માટે, બાળકોનું શરીરનું તાપમાન જાળવી રાખવા અને ઓછા વજનવાળા બાળકો માટે આ સેન્ટરમાં સુવિધાઓ મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application