નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે, એક મહિન્દ્રા કંપની ની મેક્ષ ફોરવ્હિલ ગાડી જેનો નંબર જીજે/2/બીડી/2239 માં ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂનો જથ્થો ભરી ડેડીયાપાડા તરફ થી આવનાર છે, અને ઝગડીયા તથા અંકલેશ્વર તરફ જનાર છે.
જે બાતમીના આધારે ચેક પોસ્ટ ઉપરથી મહેન્દ્રા ફોરવ્હિલ ગાડીનો પીછો કરી ફોરવ્હિલ ગાડીનો ચાલક ફુલવાડી થઈ અરેઠી, શણ કોઇ પાટીયા, મેન હાઈવે ઉપર થી રમણપુરા ગામના પાટીયાથી ડાબી બાજુ બલદવા ડેમ તરફ જતા રોડ ઉપર હંકારી આંબાડુંગરી ગામની સીમમાં જવાના કાચા રસ્તે ડુગરીયાળ વિસ્તારમાં ખુલ્લા ખેતરના પટમાં ફોરવ્હિલ ગાડી મુકી જંગલ વિસ્તારમાં ડ્રાયવર તથા કલીનર બંને ફરાર થઇ ગયા હતા.તપાસ કરતા ગાડીમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની બોટલ નંગ -૯૦૦ તથા બીયર ટીન નંગ ૫૭૬ મળી કુલ્લે બોટલ નંગ -૧૪૭૬ કુલ કીરૂ ૧,૪૭,૬૦૦/ - તથા મહિન્દ્રા મેક્ષ ગાડી જેની કીરૂ ૧,૫૦,૦૦૦/ - મળી કુલ્લે રૂપીયા -૨,૯૭,૬૦૦/- નો મુદ્દામાલ કબજે કરી બે જણાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપસ હાથ ધરવામાં આવી હતી. (હનીફ માંજુ દ્વારા અંકલેશ્વર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500