નવસારી જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદના લીધે તેમજ ઉપરવાસમાં પડેલ અનરાધાર વરસાદના લીધે જનજીવન પ્રભાવિત થયું હતું જેના લીધે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વ્રારા મોટી સંખ્યામાં લોકોને સલામત જગાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વ્રારા સ્થાળાંતર કરેલ લોકોને સુવિધા સભર રહેવાની તેમજ જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્થળાંતરિત કરી લોકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી કે અવ્યવસ્થા ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે કામ રહી રહેલ છે.
રંગૂન વિસ્તારના મોટાભાગના રોડ પર પાણી ફરી વળતા ઘરો સંપર્કવિહોણા બન્યા છે, અસરગ્રસ્તો લોકોને જરૂરી સહાય કરવા એનડીઆરએફના સહયોગથી રાહત કામગીરી કરી હતી. જેમાં રંગૂનનગર પાણીનો ભરાવો વધુ હોવાથી લોકોના ઘરે ઘર NDRFના બોટના માધ્યમથી પ્રાંતઅધિકારી શ્રી આર.આર.બોરડ અને મામલતદારશ્રી એચ.ડી.ગાંધી રંગૂનનગર રહેણાંક વિસ્તારમાં જઈને પાણીની બોટલ અને ફૂડ પેકેટ વિતરણ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application