હાલમાં જ નવસારીના ચીખલી તાલુકાના સાદકપોર ગામે દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં મૃતક છાયા પટેલના પરિવારને રૂ.5 લાખની સહાય અંગે રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં છાયા પટેલના પરિવારને રાજ્ય સરકારના રૂ.5 લાખ સહાય નો ચેક અર્પણ કરી પરિવારને શાંતવના પાઠવી હતી.
આ અંગે સરકારના આયોજન મુજબ વન્ય પ્રાણીને કારણે માનવ મૃત્યુ પેટે મૃતકના પરિવારને રૂ.5 લાખ આપવામાં આવે છે. જેના હેઠળ રાજ્ય સરકાર દ્વારા આ પ્રકારની સહાય આપવામાં આવી છે. જેમાં સહાયનો ચેક ડીએફઓ નિશા રાજ એ આપ્યો હતો. તેમજ સહાય ચેક વિતરણ સમયે જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા.નવસારીમાં ચીખલીના સાદકપોર ગામે યુવતી ઉપર દીપડાના હુમલા બાદ લોકોમાં ભયનો માહોલ છે. ચીખલી પંથકમાં દીપડાના ભય વચ્ચે લટાર મારતા દીપડાનો વીડિયો વાયરલ થયો છે. વાયરલ વીડિયો કયા ગામનો છે એ અંગે કોઈ સ્પષ્ટતા નથી. તેમજ વનવિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.
હાલમાં રાજ્યમાં અવારનવાર દીપડાઓનો આતંક સામે આવતો હોય છે. નવસારી જિલ્લામાં પણ દીપડાઓની વસ્તી છે. ગામડાઓમાં દીપડાઓ ઘૂસી જતાં હોય છે અને લોકો પર હુમલો કરી મોતના મુખમાં નાખી દે છે. જેમાં ચીખલીના સાડકપોર ગામમાં શિકારની શોધમાં ફરી રહેલા દીપડાએ શૌચ કરવા બહાર નીકળેલી 24 વર્ષીય યુવતી પર હમલો કર્યો હતો. ઘટનાની જાણ થતા જ આખા ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. તાબડતોબ જ વન વિભાગ અને ચીખલી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ દીપડાને શોધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500