નવસારી જિલ્લા પોલીસ દ્વારા હાલમાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને જેના માટે વોન્ટેડ એકસ્યુડ સેલની રચના કરાઈ છે. એસ.ઓ.જી.નાં પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ એકસ્યુડ સેલની ટીમ વોન્ટેડ આરોપીઓને પકડવા માટે કાર્યરત હતી ત્યારે પી.એસ.આઇ. ડી.એમ.રાઠોડની માહિતી મળી હતી કે, 34 વર્ષ પહેલાં વર્ષ-1990નાં વર્ષમાં ટાઉન પોલીસ મથકે નોંધાયેલા હીરાનાં વેપારીનાં મકાનમાં રૂપિયા 1.10 લાખની નોકર ચોરીનાં ગુન્હામાં પુનમારામ લાડુરામ બિશ્નોઈ તથા હેમતાજી બિશ્નોઈ અને કરશન બિશ્નોઈ તથા ચોરીનો મુદ્દામાલ સગેવગે કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર બાબુલાલ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાનો વોન્ટેડ આરોપી બાબુલાલ તેના વતન રાજસ્થાનનાં લાછીવાડમાં રહે છે જેના આધારે એકસ્યુડ સેલની ટીએમ રાજસ્થાન પહોંચી આરોપી બાબુલાલ ઉર્ફે હરિયાજી લાડુજી બિશ્નોઈ (ઉ.વ.56., રહે.લાછીવાડ ગામ, જિ.સાંચોર, રાજસ્થાન)ને ઝડપી પાડી તેનો કબ્જો નવસારી ટાઉન પોલીસને સોપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application