નવસારી અને જલાલપોરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડતા નવસારીમાં થોડી ઠંડક વર્તાઈ હતી. તે છતાં પણ મહત્તમ તાપમાન નહિવત ડિગ્રી વધ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગયું છે. જેથી બફારાથી રાહત મળી હતી. નવસારી જિલ્લામાં ગત બે દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. પરંતુ જિલ્લામાં વરસાદી ઝાપટા દિવસ દરમિયાન નહીં પરંતુ મોડી રાતથી લઈ વહેલી સવાર દરમિયાન પડી રહ્યા છે. જેના કારણે નવસારીમાં રાત્રી દરમિયાન તો ઠંડક રહે છે. પરંતુ દિવસ દરમિયાન વરસાદની ગેરહાજરી હોવાથી ગરમી અને બફારો લોકોને અકળાવી રહ્યો છે. નવસારી જિલ્લાનાં નવસારીમાં 10 મી.મી. અને જલાલપોર તાલુકામાં 7 મી.મી. વરસાદ પડ્યો હતો. જેથી રાત્રી દરમિયાન ઠંડકનો અનુભવ થયો હતો. પરંતુ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન નહિવત ડિગ્રી વધ્યું હતું અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application