Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા માનસિક રીતે અસ્વસ્થ મહિલાને તબીબી સારવાર કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું

  • August 18, 2020 

નવસારી ખાતે તાજેતરમાં રાત્રીના સમયે ઍક મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર, ખડસુપા-નવસારી ખાતે  ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા લાવવામાં આવ્યા હતા. સખી વન સ્ટોપ  સેન્ટર પર મહિલા આવ્યા પછી મહિલાની માનસિક સ્થિતિ સારી ન હતી તેમ જાણવા મળ્યું હતું. મહિલા કશુ પણ જણાવતા ન હતા રાત્રે પણ પાણી તેમજ જમવાનું લીધુ ન હતું અને બેસતા પણ ન હતા. મહિલા સાથે કાઉન્સેલીંગ પ્રકિયા દ્વારા પણ ચર્ચાઓ કરી છતા પણ મહિલા કશુ બોલતા ન હતા.  મહિલાને મોડી રાત્રે ૪-૦૦ વાગ્યે સમજાવીને સુવડાવી દીધા ત્યાર બાદ સવારમાં ચા-નાસ્તો આપ્યો તો પણ મહિલા કશુ લેતા ન હતા અને નામ સરનામુ પુછીઍ તો પણ કોઇ પણ પ્રકારનો જવાબ આપતા ન હતા. મહિલા ન ખાવા-પીવાની આદતથી તેમજ ઉભાને ઉભા રહે તેથી મહિલાના પગમાં સોજા થઇ ગયા હતા. જેથી સખી વન સ્ટોપ સેન્ટરે આ વિશે ડોકટરને  કેશ વિશે વાત-ચીત કરી ડોકટરને સેન્ટર પર બોલાવ્યા હતાં. ડોકટરે મહિલાને ચેક કરતાં જાણવા મળેલ કે મહિલાના શરીરમાં લોહી ઓછું છે અને તેના કારણે શરીર પણ વીક છે. અને પગમાં સોજા પણ આવી ગયા છે. જેથી મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

 

૧૦૮ મારફતે મહિલાને નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી, ચાર બોટલ લોહી ચડાવવામાં આવ્યુ હતું. અને નિયમીત રીતે દવાની સારવાર ચાલુ કરી જેથી મહિલા બે-ત્રણ દિવસમાં સારા થઇ ગયા હતાં. ત્યારબાદ મહિલાની પુછપરછ કરતાં તેમણે પોતાનું નામ જણાવી પિયર નવસારી કાલિયાવાડી હનુમાનજી મંદિર પાસે છે. તેમજ તેમના પતિનુ નામ, પિતાનુ નામ જણાવી કેવી રીતે પતિથી અલગ થયા હતા. તે અંગે પણ ચર્ચા કરી હતી. આમ મહિલા  દ્વારા માહિતી મળતાં તરત જ  બ્લ્ઘ્ ના કર્મચારીઓ દ્વારા મહિલાના ઘરે જઇ મહિલાના ફોટા બતાવ્યા હતાં. મહિલાના ઘરના તેમજ સાસરીવાળા પણ છેલ્લા ત્રણેક દિવસ થી મહિલાને શોધતા હતા. સખી વન સ્ટોપ સેન્ટર દ્રારા મહિલાના ઘરના સભ્યોને બધી વાતચીત કરી કે મહિલા  અમને ૧૮૧ દ્વારા મળી આવેલ છે  અને તેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલે છે. જેથી મહિલાના ઘરના અને સાસરીવાળા મહિલાને મળવા ગયા હતાં. મહિલા હેમખેમ મળી જતા બંને પક્ષના લોકોમાં આનંદની લાગણી ફેલાઇ ગઇ હતી. મહિલાના પરિવારના સભ્યોઍ સખી વન સ્પોટ સેન્ટરની ઘણી પ્રસંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application