ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી દ્વ્રારા “સખી” વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે કાર્યરત છે. તાજેતરમાં વાંસદા પોલીસ સ્ટેશન મારફતે બે બહેનો અસ્મા અને નિશાદ ને “સખી” વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે આશ્રય અપાવવા માટે લાવવામાં આવ્યા હતાં.
ને બહેનો છેલ્લા બે વર્ષથી પબજી ગેમ રમતી હતી અને કોઇ અજાણ્યા છોકરાઓના સંપર્કમાં આવી
સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક દ્વારા બંને બહેનોનું કાઉન્સેલીંગ કરતા જાણવા મળ્યું કે,અસ્મા અને નિશાદ મુળ વેસ્ટ બંગાળના રહેવાસી છે બંને બહેનો છેલ્લા બે વર્ષથી પબજી ગેમ રમતી હતી અને કોઇ અજાણ્યા છોકરાઓના સંપર્કમાં આવી હતી. અસ્માની ઉંમર-૧૯ વર્ષ અને નિશાદની ઉંમર-૧૭ વર્ષ છે. બંને બહેનો તા.૦૮/૦૬/૨૦૨૨ ના રોજ પોતાના ઘરેથી કોઇને પણ કંઈ પણ વાતની જાણ કર્યા વગર આ બે અજાણ્યા છોકરાઓને મળવાના ઇરાદાથી ઘરથી ભાગી આવી હતી.
અસ્મા અને નિશાદના માતા-પિતા દ્વ્રારા શોધખોળ કરતા બંને દિકરીઓ નહિ મળતા વેસ્ટ બંગાળ પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.બીજી તરફ અસ્મા અને નિશાદ તે અજાણ્યા છોકરાનો સંપર્ક કરી તેના ઘરે પહોંચી થઇ હતી. ત્યારબાદ તે છોકરાના માતા-પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા વાંસદા પોલીસ સ્ટેશન દ્વ્રારા બંને બહેનોને “સખી” વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે કેસ રિફર કરવામાં આવ્યો હતો.
“સખી” વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે બંને બહેનોને ભોજન કપડાં અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વિનામુલ્યે આપવામાં આવી તેમજ બંને બહેનોના પરિવારમાં તેમના માતા-પિતાનો સંપર્ક કરવામાં આવ્યો અને જણાવેલ કે તેઓની બંને દિકરી “સખી” વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે સહી સલામત છે.
નિશાદ અને અસ્માના પિતા દ્વારા બંને દિકરીઓને લેવા માટે આવવાની તૈયારી બતાવવામાં આવી. અને જેથી નિશાદ અને અસ્માના પિતા વેસ્ટ બંગાળની પોલીસ ટીમ જોડે “સખી” વન સ્ટોપ સેન્ટર નવસારી ખાતે હાજર થયા હતાં. જ્યાં પિતા અને બંને દિકરીઓ વચ્ચે વાતચીત કરવામાં આવી અને દિકરીઓ પિતા જોડે ઘરે જવા માટે તૈયાર થતાં સખી વન સ્ટોપ સેન્ટર નવસારીના કેન્દ્ર સંચાલક દ્વારા તેમના પિતાને સોંપવામાં આવી હતી.
અસ્મા અને નિશાદના પિતા દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર નવસારીના કેન્દ્ર સંચાલકનો ખુબ-ખુબ આભાર માનવામાં આવ્યો તેમજ વેસ્ટ બંગાળ પોલીસ ટીમ દ્વારા પણ સખી વન સ્ટોપ સેન્ટર નવસારીની કામગીરીને બિરદાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500