Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી એસ.ઓ.જી. પોલીસે ફ્રુટની દુકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરનાર દુકાનદારની ધરપકડ કરી

  • June 06, 2024 

નવસારી એસ.ઓ.જી. પોલીસે વિદ્યાકુંજ સ્કૂલની સામે ફુટની દુકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનો સંગ્રહ કરી રાખનાર દુકાનદારની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, નવસારી એસ.ઓ.જી.ને મળેલી બાતમીના આધારે નવસારી-ગણદેવી રોડના વિદ્યાકુંજ સ્કૂલની સામે આવેલી નેચરલ ફ્રુટ નામની દુકાનમાં છાપો મારી ગેરકાયદેસર રીતે કોઈપણ જાતના લાયસન્સ વિના ફાયર સેફ્ટીના સાધન વગર ફટાકડાનો સંગ્રહ કરી લોકોની જીંદગી સામે જોખમ ઉભુ કરનાર દુકાનદાર સુરજ રમેશચંદ્ર સોનકર (ઉ.વ.30., રહે. સી-૧૦૩, નીલકંઠ રેસિડન્સી, જમાલપોર, નવસારી)ને ઝડપી પાડી દુકાનમાંથી રૂપિયા 1.28 લાખના ફટાકડા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application