નવસારી એલ.સી.બી.ને મોટી સફળતા મળી છે જેમાં પોલીસે 51 જેટલી આંતરરાજય ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગારને ઝડપી પાડી નવસારી જિલ્લાના જલાલપુર અને ટાઉન પોલીસ સ્ટેશનના ચોરીના વણઉકેલ્યા ગુનાને ડિટેક્ટ કર્યા છે, જયારે પકડાયેલા આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 7,12,370/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવની વિગત એવી છે કે, બપોરના સમયે મહિલાઓ બાળકોને ટ્યુશન મૂકવા કે પુરુષો કોઈ અન્ય કામથી થોડા સમય માટે બહાર જાય ત્યારે જ આ ખેલાડી પોતાનો ખેલ કરતો હતો.
જયારે બાઈક લઈને નીકળે સાથે એક મોટું ડિસ્મિસ રાખે, ફ્લેટ કે બંધ બંગલાને નિશાન બનાવી બપોરના સમયે તાળું તોડી ઘરમાં પ્રવેશી લોકર ને તોડી માત્ર 25 મિનિટમાં હાથ સફાયો કરી નાસી જતો આ ચોર છેલ્લા લાંબા સમયથી પોલીસને હાથ તાળી આપી રહ્યો હતો. જોકે એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, ગાંધી રેલવે ફાટક ઓવર બ્રિજના પશ્ચિમ અબ્રામા તરફ દક્ષિણ છેડે આરોપી પસાર થવાનો છે જેને આધારે વોચ ગોઠવતા આરોપી જીમી ઉર્ફે દિપક બીપીન બાબુલાલ શર્મા આબાદ ઝડપાઈ ગયો હતો.
પકડાયેલા આરોપીને જુગારનો શોખ હોય તે માત્ર જુગાર રમવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો, ચોરી કરી સીધો તે મુંબઈ દિલ્હી જેવા શહેરોમાં જઈ મોટા મોટા ક્લબમાં પૈસા ઉડાવતો હતો અને પૈસા પુરા થયા બાદ ફરીવાર બંધ ઘરને નિશાન બનાવી સોના ચાંદીના ચોરી કરી પોતાનો મોજ શોખ પૂરો કરતો હતો. આમ, મહારાષ્ટ્ર 25, હરિયાણા 20, રાજસ્થાન , ગુજરાત 2 આ રાજ્યોમાં હાથ ફેરો કરતા પોલીસ ચોપડે ગુના નોંધાયા છે. પકડાયેલા આરોપી જીમી ઉર્ફે દિપક બીપીન બાબુલાલ શર્મા પાસેથી પોલીસે રૂપિયા 6,53,330/-ની કિંમતના સોના તથા ચાંદીના દાગીના મળી આવ્યા છે સાથે સફેદ કલરની બજાજ પલ્સર મોટરસાયકલ બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 7,12,370/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
હાલ એલ.સી.બી. પાસેથી આરોપીનો કબ્જો જલાલપુર પોલીસે મેળવ્યા બાદ ટાઉન પોલીસ સ્ટેશનને તેનો કબજો આપવામાં આવશે. જયારે તારીખ 5 મે’ના રોજ શહેરમાં સ્ટાર ફૂટવેરની દુકાન ધરાવતા ઈમરાન ઈકબાલ મીઠાવાળાને પરિવારમાં પત્ની અને બે બાળકો છે તેમનું પત્નીનું પિયર નવસારી શહેરમાં જ હોય તેમણે જુમ્માનો રોજો ખોલવા માટે પોતાના પતિ ઇમરાનને દુકાનેથી બારોબાર પિયર બોલાવ્યા હતા. જેથી તેઓ સાસરે ગયા હતા અને રાત્રે આવીને જોતા ફ્લેટની બહારની જાડી ખુલ્લી હતી અને અંદરનો દરવાજો પણ ખુલ્લો હતો અંદર જોઈને જોતા ઘરનું સામાન વેરવિખેર હાલતમાં પડ્યો હતો કબાટમાં મુકેલા પત્નીના દાગીનાઓ રોકડા મળી આવ્યા ન હતા. સોનાના સેટ બંગડીઓ કડા પેન્ડલ બુટ્ટી ચેન મળી કુલ રૂપિયા 9.52 હજારની ચોરી થતાં ટાઉન પોલીસમાં ફરિયાદ થઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500